મોબાઈલનું રિચાર્જ કરાવવા ગયો અને બેલડી ૬.૮૦ લાખ રોકડ સાથેનું સ્કુટર લૂંટી રફુચકકર - At This Time

મોબાઈલનું રિચાર્જ કરાવવા ગયો અને બેલડી ૬.૮૦ લાખ રોકડ સાથેનું સ્કુટર લૂંટી રફુચકકર


પડધરીમાં આંગણીયા પેઢીમાં નોકરી કરતો યુવક સ્કુટરની ડેકીમાં રોકડ રૂ.૬.૯૦ લાખ લઈ ગ્રાહકોને આપવા નીકળ્યો હતો.દરમ્યાન રસ્તામાં ફોનનું રીચાર્જ કરવા સ્કુટરમાં ચાવી રાખી ગયો અને પાછળથી બે તસ્કરો સ્કુટર સહિત ૭.૧૫ લાખ લૂંટી રફુચકકર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.

મૂળ પડધરીના હાલ રાજકોટના રૈયા ચોકડી પાસે આવેલ ત્રિનીટી ટાવરમાં રહેતા પરાગભાઈ ચંદ્રકાંતભાઈ ચગ ઉ.૩૦ નામના વેપારીએ પડધરી પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે ધંધાના કામે મોરબી ગયો હતો ત્યારે મારી આંગણીયા પેઢીમાં કામ કરતા સકીલ દલનો ફોન આવ્યો અને કહ્યું કે હું તમારા એકટીવા સ્કુટરમાં ગ્રાહકોના ૬.૯૦ લાખ લઈ દેવા જતો હતો ત્યારે રસ્તામાં મોબાઈલની દુકાને રીચાર્જ કરાવવા ઉભો રહ્યો અને દરમ્યાન ચાવી સ્કુટરમાં રહી ગઈ હતી.બાદ સ્કુટર પાસે જતા તે જોવા મળેલ નહીં જેથી સીસીટીવી કેમેરા તપાસતા કોઈ અજાણ્યો શખસ એકટીવા લઈ મોવૈયા સર્કલ તરફ જતો દેખાતા હું તથા મારા મિત્રો તપાસ કરવા ગયા પરંતુ કોઈ મળ્યું ન હતું જેથી ફરિયાદ નોંધાવતા પીઆઈ એસ.એન.પરમારે ગુનો નોંધી સીસીટીવી આધારે તસ્કરોનું પગેરૂ મેળવવા તજવીજ હાથ ધરી છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image