પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરના જીવન પર બાયોપિક બની રહી છે - At This Time

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરના જીવન પર બાયોપિક બની રહી છે


શોએબ અખ્ત
વર્લ્ડ ક્રિકેટમાં એમ તો કેટલાક ખેલાડી થયા છે પરંતુ તેમાંથી કેટલાક ખેલાડી એવા છે જેમણે ભૂલાવી શકાય તેમ નથી. આ ખેલાડીમાંથી એક ખેલાડી પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર છે. રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા શોએબ અખ્તરના નામ પર સૌથી ફાસ્ટ બોલ ફેકવાનો વર્લ્ડ રેકોર્ડ છે જે હજુ સુધી તૂટ્યો નથી. પોતાના બોલની ઝડપથી વર્લ્ડ ક્રિકેટ પર રાઝ કરનારા શોએબ અખ્તર પોતાની રમતથી બેટ્સમેનો પર ભારે પડતો હતો.

બાયોપિક દ્વારા શોએબ અખ્તરનું જીવન સામે આવશે

હવે શોએબ અખ્તરના જીવન પર એક બાયોપિક બનવા જઇ રહી છે જેનું નામ રાવલપિંડી એક્સપ્રેસ છે. જાણકારી અનુસાર આ બાયોપિક 16 નવેમ્બર 2023માં રીલિઝ કરવામાં આવશે. શોએબ અખ્તરે જે કઇ મેળવ્યુ છે તે આસાન નહી રહ્યુ હોય અને તેની બાયોપિક સામે આવ્યા બાદ તેના જીવન સાથે જોડાયેલી કેટલીક એવી વાતો સામે આવશે જેનાથી ક્રિકેટ ફેન્સ હજુ સુધી અજાણ છે. આ બાયોપિકમાં તેના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો સામે આવશે જે રોમાંચક હશે અને દરેક ક્રિકેટ ફેન તેને જાણવા માટે બેતાબ હશે. ક્રિકેટર્સના જીવન પર ફિલ્મ અને બાયોપિક બનતી રહે છે અને હવે શોએબ અખ્તરનું નામ પણ આ યાદીમાં સામેલ થઇ ગયુ છે.

46 વર્ષના શોએબ અખ્તરે પાકિસ્તાન માટે 14 વર્ષ સુધી ક્રિકેટ રમી હતી, તેને વર્ષ 1997માં ડેબ્યૂ કર્યુ હતુ અને 2011 સુધી તે પોતાના દેશ માટે રમતો રહ્યો હતો. આ દરમિયાન તેને 46 ટેસ્ટ, 163 વન ડે અને 15 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યુ છે. 46 ટેસ્ટ મેચમાં તેને 178 વિકેટ ઝડપી હતી જ્યારે 163 વન ડે મેચમાં તેને 247 વિકેટ ઝડપી હતી. જ્યારે 15 ટી-20 મેચમાં તેના નામે 19 વિકેટ છે.

શોએબ અખ્તર તે સમયે ક્રિકેટ રમ્યો જ્યારે સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, રાહુલ દ્રવિડ, રિકી પોન્ટિંગ, બ્રાયન લારા, મેથ્યૂ હેડન જેવા બેટ્સમેન વિશ્વ ક્રિકેટમાં હાજર હતા. આવા બેટ્સમેનો વચ્ચે ખુદને સાબિત કરવુ પોતાનામાં જ એક કમાલ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.