વિરપુર ખાતે સફા મહિલા વિકાસ મંડળ દ્વારા આઠમો સમુહલગ્ન યોજાયો..
મહીસાગર જીલ્લા ના
વિરપુર ખાતે ૨૫ દિકરી ઓનું કન્યાદાન કરતા શફા મહેલા વિકાસ મંડળ સંસ્થાના સૈયદ બિલ્કીસબીબી અબ્બાસીની સરાહનીય કામગીરી...
મહિસાગર જિલ્લાના વિરપુર ખાતે આઠમો સમૂહલગ્ન યોજાયો હતો. જેમાં દીકરીઓને સંપૂર્ણ કરિયાવર સાથે કોમી એકતાના પ્રતીક રુપે એક જ મંડપની નીચે ૨૫ દીકરીઓને એકસાથે નિકાહ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના પુર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ તેમજ સલીમ ખાન પઠાણ અને તાલુકા સદસ્ય નીખીલભાઈ પટેલ તેમજ મુસ્તાક બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને સંયોજક ગુજરાત પ્રદેશ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તેમજ એકતા મહિલા વિકાસ મંડળ પ્રમુખ શાહીબેન શેખ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રભાતસિંહ ચૌહાણ જણાવ્યું હતું કે ખોટા ખર્ચાઓથી દૂર રહી સમૂહ લગ્નમાં તમામ દુલ્હા દુલ્હનને મુબારક અભિનંદન આપ્યા હતા .તેમજ સફા મહિલા વિકાસ મંડળના પ્રમુખ સૈયદ આપા બિલકીસ બીબીને આ કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકાના અગ્રણીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમુહલગ્નમાં દુલ્હન દુલ્હાને ઘરના રસોડાની તમામ વસ્તુ તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓ દા તાઓ તરફથી ભેટ સોગાત આપવામાં આવી હતી. જેમાં પલંગ ખુરશી મિક્ચર વોટર કુલર તેમજ તમામ નાની મોટી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. અંતમાં સફા મહિલા વિકાસ મંડળના પ્રમુખ દ્વારા તમામ લોકોનો સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો..
આ પ્રકારના તમામ સમાચાર માટેે
