શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા નવરાત્રી રાસોત્સવ-૨૦૨૪નું પોરબંદર ખાતે ભવ્ય આયોજન - At This Time

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા નવરાત્રી રાસોત્સવ-૨૦૨૪નું પોરબંદર ખાતે ભવ્ય આયોજન


નવરાત્રી રાસોત્સવ - ર૦ર૪નું જીટીપીએલના ૯૮૭ ચેનલ પર તેમજ સુપ્રિમ કાઉન્સીલ સંસ્થાની યુટયુબ ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે
ગોસા (ઘેડ) પોરબંદર તારીખ :-૦૨/૧૦/૨૦૧૪
મહેર સમાજની આગવી લોક સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી તેમજ શૈક્ષણિક જાગૃતિના ભાગરૂપ જ્ઞાતિનું સંગઠન મજબુત બને એવા શુભ આશયથી છે૯લા બે દાયકાથી પણ વધારે સમયથી માં જગદંબાની આરાધના અને ભક્તિના પર્વ નવરાત્રી રાસોત્સવનું શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા પોરબંદર ખાતે આયોજન કરવામાં આવી રહયું છે.
ઘુઘવાતા દરિયા કિનારે મહેર સમાજની અસ્મિતા, ગરિમા અને પરંપરાની ઓળખ સાથે આ વર્ષે પણ ‘‘ માં લીરબાઇ આઇ તથા પૂજય માલદેવ બાપુના ’’ આશિર્વાદથી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા તા. ૦૩-૧૦-ર૦ર૪થી ૧૧-૧૦-ર૦ર૪, સુધી દરરોજ રાત્રે ૮-૦૦ વાગ્યા થી ૧ર-૦૦ વાગ્યા સુધી નવરાત્રી રાસોત્સવ-ર૦ર૪નું ભવ્ય આયોજન પોરબંદરના ચોપાટી ક્રિકેટ (મેળા) ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા આ નવરાત્રી રાસોત્સવ માં પણ ગત વર્ષ મુજબ સમગ્ર પરિવાર સાથે રહીને માણી શકે એવા શુભ આશયથી સંસ્થા દ્વારા ૧૦ વર્ષથી નાની ઉમરના બાળકો માટે નિઃશુ૯ક પ્રવેશ તથા દૈનિક ટીકિટ દર ફક્ત ૨૦રૂા. તથા નવ દિવસના સિઝન પાસ ફક્ત રૂા.૧૪૦ નકકી કરવામાં આવેલ છે. સાથો સાથ માતાજીના ગરબા રમતા ખેલૈયાઓને પ્રોત્સાહન મળી રહે એવા શુભ આશયથી નિષ્પક્ષ નિર્ણાયકગણની હાજરીમાં દૈનિક ૧૦-૧૦ કિડઝ બોઇઝ અને ગ૯ર્સ, યુવા ભાઇઓ બહેનોમાંથી પ-પ યંગ બોઇઝ અને ગ૯ર્સ તેમજ મેરીડ વિભાગમાં પ-પ જેન્ટર્સ તથા લેડિઝને પસંદ કરી તેઓને સંસ્થા દ્વારા મોમેન્ટો તેમજ શિ૯ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમજ નવમાં નોરતાના દિવસ દરરોજ પસંદગી પામેલા ખેલૈયાઓને ફાઇનલ રાસ ગરબા રમાડવામાં આવે છે અને તેમાંથી કિડઝ, યંગ અને મેરીડ વિભાગમાંથી ર૦ - ર૦ ખેલૈયાઓની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર, મોમેન્ટો તેમજ શિ૯ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
દેશ વિદેશ ખાતે વસવાટ કરતા મહેર જ્ઞાતિજનો તેમજ આવનારી પેઢી આપણી લોક સંસ્કૃતિ અને પરંપરાથી પરિચિત રહે તે બાબતને ધ્યાનમાં રાખી માટે આ નવરાત્રી રાસોત્સવ - ર૦ર૪નું શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થાની યુટયુબ ચેનલ લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
પાંચમા નોરતે મહેર સમાજના ભાતીગળ ભાઇઓના મણીયારા રાસ અને બહેનોના રાસડા મહેર સમાજના પરંપરાગત પહેરવેશમાં ગરબા રમી શકે તેવી રીતે રમવાનું આયોજન કરવામાં આવેલ છે. આ દિવસે મહેર સમાજના હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડી માતાજીની આરાધના અને ગરબાનો લાભ લે છે. સમગ્ર નવરાત્રી તેમજ
સંસ્થા દ્વારા સમયની જરૂરીયાત અને જ્ઞાતિજનોની લોક માંગણીને ધ્યાનમાં રાખી નવા સુધારા વધારા ભાગરૂપે સુપ્રસિધ્ધ લોકગાયક વિજયભાઈ ઓડેદરા જીતભાઇ સાથે હર્ષાબેન ચૈાહાણ તથા જય કિશનભાઈ આરંભાડીયા તેમજ જ્ઞાતિના ઉભરતા કલાકાર લીલુબેન કેશવાલાના કર્ણપ્રય અવાજ સાથે રિધમ ઓરકેસ્ટ્રાના ક૯પેશભાઇ ચૈાહાણ સાથે જુગલબંધી સાથી એક લાખ વોટસના સાઉન્ડ સાથે રામભાઈ કેશવાલા જોડાશે. સુંદર સામીયાણાની વ્યવસ્થા શિવમ મંડપના ભરતભાઇ કારાવદરા તથા ઝગમગતા પ્રકાશની વ્યવસ્થા તથા એલઇડી શિવમ સાઉન્ડ અને લાઇટર્સના પીન્ટુભાઇ મોઢવાડિયા તથા કેમેરા કસબી શુભમ વિડીયોના ભરતભાઇ કારાવદરા વ્યાજબી ભાવ સાથે તેમજ લાઇવ ટેલીકાસ્ટ માટે નિઃશુ૯ક ઇન્ટરનેટ સુવિધા ધર્મેશભાઇ પરમાર તથા નિઃશુ૯ક સીસીટીવીની સુવિધા પી.એન.પી. સો૯યુશનના પ્રતાપભાઇ કારાવદરા સેવા આપવામાં આવશે તથા આયોગ્યમય કેન્ટીન સુવિધા પીન્ટુભાઇ મોઢવાડીયા તેમજ પીન્ટીંગ તથા જાહેરાત વિભાગ રાજ ડિઝાઇનના પરબતભાઇ કેશવાલા દ્વારા સેવા પુરી પાડવામાં આવશે.
હાલના સમયમાં વધુ પડતા શ્રમના કારણે હદય રોગના હુમલાનું પ્રમાણ વધવા પામ્યુ છે ત્યારે માતાજીની ભકિત આરાધનાની ઉજવણી રાસ ગરબાથી કરવામાં આવતી હોય છે. ત્યારે કોઇ ખેલૈયાઓને આરોગ્યલક્ષી મુશ્કેલી ઉભી થાય તો સામીયાણામાં મેડિકલ સારવાર પ્રાપ્ત થઇ શકે તેમજ વધુ સારવારમાં હોસ્પીટલ ખાતે ખસેડવાની જરૂરીયાત ઉભી થાય તો ૧૦૮ એમ્બ્યુલન્સની સુવિદ્યા સ્થાનિક પ્રસાસનની મદદથી કરવામાં આવી છે.
રાજભા જેઠવાના સહયોગથી પોરબંદર અને આસપાસના વિસ્તારમાં જીટીપીએલના ૯૮૭ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
આમ, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આયોજિત નવરાત્રી રાસોત્સવ-ર૦ર૪ના આયોજનમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઇ ઓડેદરા તથા મહામંત્રીશ્રીઓ બચુભાઇ આંત્રોલીયાના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઉપપ્રમુખ તથા નવરાત્રી સમિતિના અધ્યક્ષ શ્રી અરજનભાઇ ખીસ્તરીયા, ઉપપ્રમુખ તથા સહ-અધ્યક્ષ નવઘણભાઇ મોઢવાડિયા નવરાત્રી રાસોત્સવના કન્વીનર ભાઈઓ તથા પરબતભાઈ કેશવાલા, મહેર મહિલા વિકાસ મંડળ ના બહેનો તેમજ નવરાત્રી રાસોત્સવ સમિતિ તથા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.