યુવતીને જીવન સમાપ્ત કરવાના વિચારમાંથી નવી દિશા આપતી ૧૮૧ અભયમ હેલ્પલાઇન
રાજકોટ તા. ૨૪ જુલાઈ - ગુજરાત સરકાર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન હરહંમેશ મહિલાઓની રક્ષા માટે કાર્યરત રહે છે. રાજકોટના આવા જ એક કિસ્સામાં મહિલાને આત્મહત્યા જેવા નબળા વિચારવાળી માનસિકતામાંથી અભયમ ટીમે બહાર લાવી હતી. પીડિતાની મિત્રએ ૧૮૧ અભયમનો સંપર્ક સાધ્યો અને ટીમના કાઉન્સેલરશ્રી કાજલબેન પરમાર, કોન્સ્ટેબલશ્રી સેજલબેન અને ડ્રાઈવરશ્રી કૌશિકભાઈ ચાચીયા તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
અભયમ ટીમના ડ્રાઈવરશ્રી કૌશિકભાઈ ચાચીયાએ પીડિતાના ફ્લેટની બાજુના ફ્લેટની બારીમાંથી પીડિતાના ઘરમાં પ્રવેશ કરી ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો હતો. અને ટીમ ઘરમાં પ્રવેશી હતી. આ સમયે યુવતી પોતાના ઘરના બેડરૂમમાં ફીનાઈલની બોટલ સાથે રાખીને બેઠી હતી, ત્યારે અભયમ ટીમે પીડિતા સાથે દરવાજાની પેલે પારથી વાત કરવાની ખુબ કોશિશ કરી અને ધીરજપૂર્વક સમજાવ્યું કે, આત્મહત્યા એ ખુબ જ નબળો વિચાર છે. આ દરમ્યાન જાણવા મળ્યું કે પીડિતા તેણીની માતા સાથે રહેતી હતી અને માતા ચાર દિવસથી બહારગામ ગયા હતા. તે દરમ્યાનમાં પીડિતાએ માતાને પણ ફોનના માધ્યમથી ફીનાઈલની બોટલના ફોટો મોકલતા માતા અતિશય ગભરાઈ ગયા હતા. અને અભયમ ટીમે યુવતીની માતાને પણ શાંત પાડ્યા હતા.આવી સ્થિતિમાં અભયમ ટીમે "શી" ટીમની મદદ લીધી અને ત્યાર બાદ યુવતી પોતાના રૂમમાંથી ખુબ જ ગભરાયેલી હાલતમાં બહાર આવી હતી.
અભયમ ટીમને પીડિતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે તેણી માનસિક રીતે અસ્વસ્થ હતી. તેમજ તેની મિત્રને જોઇને ભેટીને રડી પડી હતી. તેમજ અભયમ ટીમે તેણીની માતા સાથે વાત કરાવતાં યુવતીને માનસિક શાંતિ મળી હતી. આ સાથે ટીમે યુવતીને જીવનમાં ક્યારેય આવું પગલું ન ભરવા સમજાવ્યું અને જીવનના મુલ્યો અંગે જણાવી યુવતીને શાંત કરી હતી.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.