વિરપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 4 ઉમેદવાર ફોર્મ ભરાતા રાજ્કીય માહોલ ગરમાયો છે….
વિરપુર તાલુકા પંચાયતની જોધપુર બેઠક બિનહરીફ કરવા બેઠકો શરૂ...
જોધપુર બેઠક પર શામ, દંડ, ભેદની નીતિ શરૂ..
આ પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તે માટે બેઠકો નો દૌર શરૂ થઈ ગયો છે વિરપુર તાલુકા પંચાયતની જોધપુર બેઠકની પેટા ચુંટણી માટે 4 જેટલા ઉમેદવારોએ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરાયા છે. આ બેઠક પરના સભ્યનું 19 માસ પહેલા અવસાન થતા ખાલી પડેલી જગ્યા પર પેટા ચુંટણી યોજાઈ રહી છે જોધપુર તાલુકા પંચાયત બેઠકની પેટા ચુંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ લઈ ગયા હતા. ફોર્મ ભરવાના અંતિમ દિવસે શનિવારના રોજ મામલતદાર કચેરીમાં રાજકીય પક્ષોના ઉમેદવારો તેમના સમર્થકો સાથે વાજતે ગાજતે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા જ્યાં ભાજપના ૩ અને કોંગ્રેસે ૧ ઉમેદવારી નોંધાવી હતી જોકે આ પેટા ચુંટણીમાં પોતાનો ઉમેદવાર બિનહરીફ થાય તે માટે રાજકીય પક્ષો દ્વારા સામ, દામ, દંડ, ભેદની નીતિ સાથે પ્રયત્ન શરૂ કરી દેવાયા છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
