ચોરીમાં થયેલી મોટર સાઇકલ સાથે એક ઇસમને ચાર રસ્તા ખાતેથી પકડી પાડી ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલતી નેત્રંગ પોલીસ
ચોરીમાં થયેલી મોટર સાઇકલ સાથે એક ઇસમને ચાર રસ્તા ખાતેથી પકડી પાડી ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલતી નેત્રંગ પોલીસ
નેત્રંગ પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.વી.ચુડાસમા તથા પોલીસ ટીમ સાથે નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે “એક ઈસમ નંબર પ્લેટ વગરની કાળા સીલ્વર કલરની સ્પ્લેન્ડર મોટર સાઇકલ લઇ શંકમદ હાલતમાં નેત્રંગ જવાહર બજારમાં ફરે છે. અને તે નેત્રંગ ચાર રસ્તા તરફ વારંવાર આંટા ફેરા મારે છે” જે બાતમી આધારે પંચોનાં માણસો સાથે નેત્રંગ ચાર રસ્તા પાસે વોચમાં હાજર હતા. એે સમયે મળેલ બાતમી હકીકત મુજબની મોટર સાયકલ લઇ એક ઇસમ આવતા તેને રોકી મો.સા ચાલક ઈસમનુ નામઠામ પુંછતા તેણે પોતાનુ નામ કિશન શનિયા વસાવા (ઉ.વ.૨૫) મુળ રહે.ઉમરખડા, નિશાળ ફળીયુ, તા.નેત્રંગ જી.ભરૂચ, હાલ રહે.ગુલા ફળીયા, તા.ઝગડીયા, જી.ભરૂચ નો હોવાનુ જણાવેલ પકડાયેલ ઈસમ પાસેની નંબર પ્લેટ વગરની હિરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા મળી આવેલ હોય જે મો.સા.નો એન્જીન નંબર તથા ચેસીસ નંબર જોતા અને મો.સા.ના RTO રજીસ્ટ્રેશન નંબર બાબતે પુછતા સંતોષ કારક જવાબ આપ્યો ન હતો. જેથી રાજ્ય સરકાર શ્રીનાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઇ-ગુજકોપ અંતર્ગત વાહન સર્ચ કરીને જોતા મો.સા.નો RTO રજીસ્ટ્રેશન નંબર- GJ-16-C1-9967નો હોવાનો જણાય આવેલ છે.અને સદર ઇસમ મોટર સાઇકલ ચોરી કર્યાની કબુલાત કરી મોટર સાઇકલની ચોરી બાબતે ઉમલ્લા પો.સ્ટે. ચોરી મુબનો ગુનો દાખલ થયેલ છે.જેનો ભેદ ઉકેલી આરોપીને અટક કરી મોટર સાઇકલ કબ્જે કરવામાં આવેલ છે.
સદર કામગીરી પો.સ.ઈ. એસ.વી.ચુડાસમાં તથા અ.હે.કો રોહિતભાઇ, અનિલભાઇ, અજીતભાઇ તથા પો.કો. અજીતભાઇ ,પ્રકાશભાઇ, કિરણભાઇ, જેશલભાઇ દ્વારા કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.