પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રયાગરાજના એકતા મહાકુંભની સોમનાથમાં સંકલ્પ સિદ્ધિ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રયાગરાજના એકતા મહાકુંભની સોમનાથમાં સંકલ્પ સિદ્ધિ
--------
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર્શન અને મહાપૂજા
--------
શ્રી સોમનાથ મંદિર પર 1677 સુવર્ણ મંડિત કળશ પ્રકલ્પને 282 સુવર્ણકળશનું પૂજન કરી પ્રધાનમંત્રીશ્રીએ સંપન્ન કર્યો
સોમનાથ,તા.03/03/2025,
રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે વિશેષ સોમેશ્વર મહાપૂજા અને અર્ચના કરીને રાષ્ટ્રની સમૃદ્ધિ અને પ્રત્યેક નાગરિકના કલ્યાણની કામના કરી હતી. મહાદેવના આશીર્વાદથી સમગ્ર રાષ્ટ્રમાં શાંતિ, સંવાદિતા અને વિકાસ આગળ વધે એ માટે પ્રધાનમંત્રીશ્રીએ સમર્પિત ભાવથી સોમેશ્વર મહાપૂજા કરેલ.
સોમનાથમાં એકતાના મહાકુંભની પૂર્ણાહુતિ–
સંકલ્પ થી સિદ્ધિ
પ્રધાનમંત્રીશ્રીએ પ્રયાગરાજમાં યોજાયેલા ભવ્ય અને ઐતિહાસિક એકતાના મહાકુંભની સફળતા માટે ભગવાન સોમનાથના ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કરોડો દેશવાસીઓના નિષ્ઠાભાવ અને પ્રયાસોથી એકતાનો મહાકુંભ અભુતપૂર્વ સ્તરે પહોંચ્યો છે. પ્રયાગરાજ ખાતે મહાકુંભના આયોજન દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ સંકલ્પ લીધો હતો કે એકતાના આ મહાપર્વની પૂર્ણાહુતિ બાદ તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. ત્યારે તમામ દેશવાસીઓ વતી તેઓએ એકતાના મહાકુંભની સફળતાપૂર્વક પૂર્ણાહુતિની સફળતાની સિદ્ધિને ભગવાન સોમનાથના ચરણોમાં સમર્પિત કરી હતી.
સોમનાથનો સુવર્ણ યુગ: મહાદેવના શિખરે 282 સુવર્ણ કળશ અર્પણ:
વિસર્જન બાદ સર્જનની અદ્વિતીય ગાથા એવા શ્રી સોમનાથ મંદિરની શાસ્ત્રોમાં વર્ણિત ભવ્યતા પુનઃસ્થાપિત કરવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે પ્રારંભ કરાયેલ મંદિર પરના 1677 કળશને સુવર્ણ મંડિત કરવાના પ્રકલ્પને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 282 સુવર્ણ કળશની પૂજા કરીને સંપન્ન કરેલ. પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં સોમનાથના સ્વર્ણિમયુગની પુનઃ સ્થાપના થઈ હોય જેની આજે સોમનાથ મંદિર પર સુશોભિત 1677 સ્વર્ણ કળશ સાક્ષી પૂરી રહ્યા છે.
રાષ્ટ્રીય એકતા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના:
પ્રધાનમંત્રીશ્રીએ સમસ્ત દેશવાસીઓ માટે મંગલકામના કરી અને રાષ્ટ્રના વિકાસ માટે ભગવાન સોમનાથના આશીર્વાદ માંગી પ્રાર્થના કરી હતી.
"સોમનાથ: યાત્રી સુવિધા તરફ ભવ્ય દૃષ્ટિ"
પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં સોમનાથ ધામના અને આધુનિક સુવિધાઓ સાથે ભક્તોની સુવિધા માટે વિવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે. તેમના પ્રેરક નેતૃત્વમાં સોમનાથ યાત્રાધામ માત્ર એક ધાર્મિક કેન્દ્ર નહીં, પણ વૈશ્વિક આસ્થા અને સંસ્કૃતિનું પ્રતિક બની રહ્યું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
