વિરપુર તાલુકાના કોયડમ ગામના ખેતરમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો... - At This Time

વિરપુર તાલુકાના કોયડમ ગામના ખેતરમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો…


મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કોયડમ ગામની સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો આ અંગે વિરપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વિરપુર તાલુકાના કોયડમ પેટે દાંતીયામાં રહેતા કરણભાઈ બારીયા ખેતી કામ કરે છે. તેમના પિતા જવાનભાઈ દયાળભાઈ બારીયા (ઉ.વ.65) 13મી ફેબ્રુઆરીના રોજ નમતી બપોરે સાથે રાખેલા ખેતરમાં પાણી વાળવા ગયાં હતાં. જોકે, તેઓ મોડી રાત સુધી પરત ન ફરતાં તેમની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાનમાં વ્હેલી સવારે વર્ષાબહેન પટેલના ઘઉંના ખેતરમાંથી જવાનભાઈનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં ખાસ કોઇ અજુગતું લાગ્યું નહતું. આથી, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ અર્થે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વિરપુર પંથકમાં અગાઉ પણ આ રીતે મૃતદેહ મળ્યાં છે. જેના કારણે પંથકમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image