મુળી તાલુકામાં આમ આદમી પાર્ટી માં ભંગાણ અનેક કાર્યકરો કોંગ્રેસ માં જોડાયા - At This Time

મુળી તાલુકામાં આમ આદમી પાર્ટી માં ભંગાણ અનેક કાર્યકરો કોંગ્રેસ માં જોડાયા


*મુળી તાલુકામાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ આપ નાં કાર્યકરો કોંગ્રેસ માં જોડાયા*
કોંગ્રેસ ની પરિવર્તન સંકલ્પ યાત્રા મુળી ખાતે આવી પહોંચતા જ આમ આદમી પાર્ટી નાં કાર્યકરો એ કોંગ્રેસ નો ખેસ ધારણ કરતાં રાજકીય હલચલ મચી જવા પામી છે ગતરોજ પરિવર્તન સંકલ્પ યાત્રા માં ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા ધંધુકા ધારાસભ્ય રાજેશ ભાઈ ગોહિલ, સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રૈયાભાઈ રાઠોડ,કાર્યકારી પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર અને પ્રદેશ નેતાઓ ની સાથે મોટીસંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સાથે પરિવર્તન સંકલ્પ યાત્રા માં મુળી તાલુકાનાં સરા સરલા ગઢડા ટીકર મુળી જસાપર શેખપર કુકડા જેવા ગામોમાં સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે આમ આદમી પાર્ટી નાં કાર્યકરો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા અને ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા અને ધંધુકા ધારાસભ્ય રાજેશ ગોહિલ નાં હસ્તે કોંગ્રેસ નો ખેસ ધારણ કરતાં રાજકીય હલચલ મચી જવા પામી છે ખાસ તો મુળી તાલુકાનાં ગામોમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ નાં કોંગ્રેસ ઘર વાપસી અને આપ ને રામ રામ કરતાં તેની અસર ખાસ મુળી તાલુકાનાં ગામોમાં જોવા મળી હતી અને આપ નાં કાર્યકરો એ કોંગ્રેસ નો ખેસ ધારણ કરી કોંગ્રેસ માં ઘરવાપસી કરતાં તાળીઓ નાં ગડગડાટ સાથે વધાવી લીધા હતા અને સાથે સાથે સંકલ્પ જાહેર કર્યો હતો કે આવનાર સમયમાં કોંગ્રેસ ને મારી મોટી લીડ થકી વિજય બનાવશું અને આજ થી જ આ પ્રચાર કાર્ય ની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે કેજરીવાલ ચોટીલા માં સભા સંબોધવા નાં હોય રોડ શો હોય ત્યારે જ મુળી તાલુકામાં આમ આદમી પાર્ટી માં મોટું ભંગાણ સર્જાતા હલચલ મચી જવા પામી છે
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon