રાજકોટ જિલ્લાના ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે કંટ્રોલરૂમ કાર્યરત - At This Time

રાજકોટ જિલ્લાના ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે કંટ્રોલરૂમ કાર્યરત


રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનાં હિતાર્થે કાઉન્સિલીંગ માટે જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુંઝવણ કે પરીક્ષાને લગતી સમસ્યા હોય તો તેનું તુરંત જ નિરાકરણ લાવી શકાય
તે માટે રાજકોટ જિલ્લામાં પરીક્ષા પહેલા જ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, કરણસિંહજી હાઈસ્કુલ, કરણસિંહજી રોડ, સીટી ગેસ્ટ હાઉસ સામે, રાજકોટ ખાતે કાઉન્સિલીંગ માટેનો જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ જિલ્લા કંટ્રોલ રૂમ આજે તા.13 થી તા.29 સુધી જાહેર રજાઓ સહિત સવારના 07.00 વાગ્યાથી શરૂ કરી રાત્રીના 07.00 વાગ્યા સુધી કાર્યરત રહેશે. બોર્ડના કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો આ કંટ્રોલરૂમમાં 8469638956 ફોન નંબર પર સંપર્ક કરી શકશે.
વધુ વિગતો માટે બોર્ડની વેબસાઈટ www.gseb.org, બોર્ડનો ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-233-5500, "જીવન આસ્થા" ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-233-3330, સ્ટેટ રૂમ સંપર્ક નંબર 9909038768, 079 - 23220538 ઉપર પણ વિદ્યાર્થીઓ સંપર્ક સાધી શકે છે. બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે કોઈ પણ જાતની પરેશાની ન અનુભવે તે માટે વીજ કંપની, એસ.ટી. વિભાગ, આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગની મદદથી તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.