જૂનાગઢ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૭૮૭લાખના ૩૩૫ કામોના આયોજનને મંજૂરી આપતા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
જૂનાગઢ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૭૮૭લાખના ૩૩૫ કામોના આયોજનને મંજૂરી આપતા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
ધારાસભ્યો અને અગ્રણીઓ- અધિકારીઓની ઉપસ્થિતિમાં ચાલુ વર્ષના ૪૦ કરોડના કામોની સમીક્ષા કરતા મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
વિકાસના તમામ કામો ગુણવત્તાવાળા અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને તાકીદ કરતા મંત્રીશ્રીજુનાગઢ જિલ્લાના પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે મળેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંત્રી શ્રીએ આગામી નવા નાણાકીય વર્ષ ૨૩-૨૪ માટે તાલુકા આયોજન હેઠળના નવા ૩૩૫ કામોને બહાલી આપી હતી. ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૭૮૭ લાખના ખર્ચે આ કામો પૂર્ણ કરાશે.
આતકે મંત્રીશ્રીએ જિલ્લાની સાત નગરપાલિકામાં નગરપાલિકા વિવેકાધીન યોજના અંતર્ગત ૧૨૭ લાખના ૧૬ કામોને પણ બહાલી આપી હતી. આ યોજનામાં દરેક નગરપાલિકાને રૂપિયા ૨૫ લફાળવવામાં આવશે.
જુનાગઢ જિલ્લામાં આયોજન હેઠળ ચાલુ વર્ષમાં પ્રગતિ હેઠળના અંદાજે ૪૦ કરોડના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.આજની મિટિંગમાં ગ્રામ્ય વિસ્તારમાં સીસી રોડ, પુલીયા પુર સરક્ષણ દીવાલો સહિતના કામો માન્ય રાખવામાં આવ્યા હતા.ધારાસભ્યશ્રીઓ -સંસદ સભ્યશ્રીઓ દ્વારા પણ કામો ની દરખાસ્તો આગામી નાણાકીય વર્ષ માટે મંજૂર કરવામાં આવશે અને તેની અલગથી સરકારશ્રીના નિયમ અનુસાર જોગવાઈ કરવામાં આવે છે.આ તકે મંત્રી શ્રીએ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી કે પાછલા નાણાકીય વર્ષના બાકી કામો સત્વરે પૂર્ણ થાય તેનું જવાબદારી પૂર્વક નિરીક્ષણ કરી સમય મર્યાદામાં ગુણવત્તા યુક્ત કામો થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. મંત્રીશ્રી એ વધુમાં ઉમેર્યું હતું કે સરકાર દ્વારા પૂરતા નાણા ફાળવવામાં આવે છે. જેથી નાણાનો યોગ્ય ઉપયોગ અને ગ્રામ્ય વિસ્તારના લોકોની જન સુખાકારી વધે તેવી સરકારની નેમ છે. અમુક ખાસ ટેકનિકલ જોગવાઈઓ મુજબ અમુક કામો જનહિત ના હોય અને તે એક યોજનામાં થઈ શકતા ન હોય તો બીજી યોજના ની જોગવાઈઓમાં લઈ પુનઃ દરખાસ્તો મોકલી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સુવિધા મળે તે માટે આયોજન કરવા મંત્રીશ્રીએ અભ્યાસુ માર્ગદર્શનઅધિકારીઓને આપ્યું હતું. આ તકે ધારાસભ્યશ્રીઓના અને પદાધિકારીઓના સૂચનો ધ્યાને લેવામાં આવ્યાં હતાં.
આ બેઠકમાં પંચાયતના પ્રમુખ શ્રી શાંતાબેન ખટારીયા,ધારાસભ્ય સર્વે શ્રી સંજય ભાઈ કોરડીયા, શ્રી દેવાભાઈ માલમ, શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ ખટારીયા તેમજ તાલુકાના પદાધિકારીઓ ઉપરાંત ઇન્ચાર્જ કલેક્ટર શ્રી
મિરાંત પરીખ ,અધિક કલેકટર શ્રી બાંભણિયા અને અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આયોજન અધિકારી શ્રી ગંભીરે નવા હાથ ધરનાર કામો અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરી વિકેન્દ્રીત યોજનાના કામોની માહિતી આપી હતી.
રિપોર્ટ અસ્વિનપટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.