સરદાર પટેલ સ્ટેડિયમ દાહોદ ખાતે જિલ્લા ઇન્ટર ડીપાર્ટમેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પર્ધા યોજાઇ ક્રિકેટ મેચમાં જેમ ટીમ વર્ક જરૂરી છે તેમ કચેરી કામમાં પણ ટીમ વર્ક મહત્વનું છે કલેકટર યોગેશ નીરગુડે* - At This Time

સરદાર પટેલ સ્ટેડિયમ દાહોદ ખાતે જિલ્લા ઇન્ટર ડીપાર્ટમેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પર્ધા યોજાઇ ક્રિકેટ મેચમાં જેમ ટીમ વર્ક જરૂરી છે તેમ કચેરી કામમાં પણ ટીમ વર્ક મહત્વનું છે કલેકટર યોગેશ નીરગુડે*


દાહોદ:-દાહોદ સરદાર પટેલ સ્ટેડિયમ સિટી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા ઇન્ટર ડીપાર્ટમેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

કલેકટર યોગેશ નીરગુડેએ પોતાના આગવા અંદાજથી બેટિંગ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી હતી તથા તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભેચ્છા પાઠવી હતી.

કલેકટર યોગેશ નીરગુડેએ આ પ્રસંગે સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું. અને ઉમદા રમત પ્રદર્શન બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. તેઓએ આ પ્રકારની સ્પર્ધાઓ મહત્વની તેમજ પ્રોત્સાહક હોવાનું જણાવતાં કહ્યું હતું કે, જેવી રીતે ક્રિકેટ મેચમાં ટીમ વર્ક મહત્વનું હોય છે, તેવી જ રીતે કચેરીઓની કામગીરી પણ ટીમવર્ક થકી કરવામાં આવે તે મહત્વનું છે.

ક્રિકેટ ટુર્નામેન્ટ સમારોહમાં નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, પ્રાંત અધિકારી મિલિન્દ દવે, જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી સહિતના અન્ય અધિકારી ઓ, રમતવીરો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image