હાર્બર મરીન પોલસ સ્ટેશનમાં “તેરા તુજકો અર્પણ” અભિગમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
પો.સ્ટે.માં કબ્જે કરાયેલા વાહનો તથા ૩ મોબાઈલ મળી કુલ રૂ.૩૧, ૩૧,૦૦૦નો મુદામાલ મુળ માલિકને પરત આપ્યો.
ગોસા(ઘેડ)તા.૧૧/૧૨/૨૦૨૪ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પાર્ટ એ.બી.સી. ગુન્હાના કામે કબ્જે કરાયેલા નાના-મોટા વાહનો તથા ત્રણ વ્યક્તિઓના ગુમ થયેલા મોબાઈલ ફોન ટેકનિકલ સોર્ચની મદદથી ગુમ થયેલા કુલ ત્રણ મોબાઈલ ફોન શોધી કાઢી હાર્બર મરીન પોલીસે "તેરા તુજકો અર્પણ" અભિગમ કાર્યક્રમ અંતર્ગત કુલ કી. રૂ. ૩૧,૩૧,૦૦૦નો મુદ્દામાલ મુળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગના "તેરા તુજકો અર્પણ" અભિગમ અંતર્ગત જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં જાહેર જનતાના મોબાઈલ ફોન ગુમ થવાના કે ચોરી થયેલ અથવા પડી જવાનાં ખોવાય જવાનાં બનવો વધુ બનતા હોય છે જે અંગેની જરૂરી કાર્યવાહી કરી ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા તેમજ ગુન્હાના ના કામે નાના મોટા વાહનો કબ્જે કરવામાં આવેલા હોય તે નામદાર કોર્ટના અલગ અલગ હુકમોના આધારે મુળ માલિકને સોંપવા બાબતે સૂચના થઈ આવેલ હોય જે સૂચના અન્વયે પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક ઋતુ રાબાઓનાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢી સૂચના અનુસંધાને આજે હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે "તેરા તુજકો અર્પણ" અભિગમ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. "તેરા તુજકો અર્પણ" અભિગમ અંતર્ગત કાર્યક્રમમાં હાર્બર મરીન પોલીસ ઈન્સ સ્પેક્ટર એસ. ડી. સાળુંકેનાઓ તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા મોબાઈલ ફોન શોધી કાઢવા તેમજ ગુન્હાના કામે નાનામોટા વાહનો કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ મૂળ માલિકને સુપ્રત કરેલ જેમાં પાર્ટ એ.બી.સી.નો કુલ મુદ્દામાલ જેની કિંમત રૂ. ૩૦, ૬૩,૦૦૦ તેમજ હાર્બર મરીન પોલીસ ટીમો બનાવી ટેક્નિકલ સોર્સના આધારે "CEIR" પોર્ટલ ની મદદથી ટ્રેકિંગમાં મૂકી "CEIR" પોર્ટલમાં સતત મોનિટરિંગ કરી ગુમ થયેલા મોબાઈલ ફોનો ટ્રેસ કરી શોધી કાઢવામાં આવેલ છે. જેમાં કુલ મોબાઈલ ફોન -૩ જેની કિંમત રૂ. ૬૮,૦૦૦ એમ કુલ કી. રૂ. ૩૧,૩૧,૦૦૦નો મુદ્દામાલ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત મુળ માલિકોને પરત સોંપવામાં આવેલ છે
આ કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એસ. ડી. સાળુંકે તથા પી.એસ.આઇ. એન કે. વાઘેલા તથા એ.એસ.આઇ બી.ડી. વાઘેલા, વુમન એ.એસ.આઇ. યુ.પી.ખુમાણ તથા પોલીસ હેડ કોસ્ટેબલ પી.એન.બંધીયા WUHC એસ.ડી.બગડા દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટર :- વીરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.