આર્ટસ કોલેજ મોડાસા ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

આર્ટસ કોલેજ મોડાસા ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી


આજે ર્ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણજીના જન્મદિવસના દિવસે હે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ.
એક શિક્ષક કેવી રીતે સમાજ, દેશને કેવી રીતે પ્રકાશ પાડી શકે છે તે તેમને જીવન ઉપરથી પ્રેરણા મળી છે.
આપણા જિલ્લાના પણ શ્રેષ્ઠ શિક્ષકોએ કોઈજ ચિંતા કર્યા વિના શિક્ષણને મહત્વ આપ્યું. અને સુંદર ભવિષ્ય ઘડતરમાં ફાળો આપ્યો.બાળકો શિક્ષકનું અનુકરણ કરતા હોય છે. અને જીવનના દરેક પડાવનો હિમ્મતથી સામનો કરવા માટે શ્રેષ્ઠ શિક્ષક બાળકને તૈયાર કરે છે.શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષક વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને ઓળખે છે.શિક્ષક સામાજિક અને નૈતિક જવાબદારી લઈને બાળકોના ભવિષ્ય ઘડતર માટે મોટો ફાળો આપી રહ્યા છે.માનનીય વડાપ્રધાનશ્રીની સુંદર પહેલ છે કે શાળાના જન્મદિવસની ઉજવણી કરવી. તેનાથી શિક્ષકો અને બાળકો અને શાળાઓ કોલેજો ને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યારે મોડાસા આર્ટ્સ કૉલેજ ખાતે શિક્ષકદિન ની ઉજવણી કૉલેજ નાં પ્રિન્સિપાલ અને અઘ્યાપકો ના માર્ગદર્શન હેઠળ શિક્ષકદિન કૉલેજ ના વિદ્યાર્થીઓ એક દીવસ ના શિક્ષક બની કૉલેજ વિધાર્થીઓ શિક્ષણ આપી રહ્યાં છે. ત્યારે કૉલેજ મંડલ ના પ્રમુખ. મંત્રી અને હોદેદારો એ પણ વિદ્યાર્થીઓને અભીનંદન આપ્યાં હતાં.

રાકેશ મહેતા. અરવલ્લી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon