ઉમરાળા વિસ્તારમાંથી બાઇક ચોરીના બે ગુન્હાના ભેદ ટૂંકા સમયમાં ઉકેલતી પોલીસ ટીમ - At This Time

ઉમરાળા વિસ્તારમાંથી બાઇક ચોરીના બે ગુન્હાના ભેદ ટૂંકા સમયમાં ઉકેલતી પોલીસ ટીમ


*ટીંબી હોસ્પીટલ ખાતેથી ચોરી થયેલ મો.સા સાથે આરોપીને ઝડપી પાડતી ઉમરાળા પોલીસ*

ઉમરાળા પોલીસ દ્વારા બે દિવસમાં અલગ અલગ બે બાઈક ચોરીના ગુન્હાના ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડયા ઉમરાળા પોલીસ અધિકારી આર.ડી.ચૌધરી સાથે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમ્યાન એક ઇસમ ચોગઠ ઢાળ તરફ થી ચોગઠ ગામ તરફ સંકાશ્પદ મો.સા લઇ આવતા તેને રોકી મો.સા અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપતો ના હોય અને મો.સા.ના કોઇ આધાર પુરાવા ના હોવાનુ જણાવતો હોય જેથી તેની પૂછપરછ કરતા તેણે આ મો.સા ઉમરાળાના ટીંબી હોસ્પીટલ ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવતો હોય જે અંગે ઉમરાળા પોલીસ મથકે ગુન્હો દાખલ થયેલ હોય આરોપી તથા મો.સા.પોસ્ટે લાવી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે પકડાયેલ આરોપી(૧)મહેશભાઇ કાનાભાઇ ગોહિલ ઉ.વ.૩૪ રહે.ઘાંઘળી તા.સિહોર જી.ભાવનગર કબ્જે કરેલ મુદ્દામાલ(૧)એક કાળા કલરનું લાલ તથા બ્લુ પટ્ટા વાળુ સ્પલેન્ડર મો.સા. કિ.રૂ.૨૦,૦૦૦/-શોધી કાઢવામા આવેલ ગુન્હાઓ (૧)ઉમરાળા પો.સ્ટે ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૫૯૨૪૦૫૪૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨)મુજબ કામગીરી કરનાર અધીકારી/કર્મચારીઓ :-ઉમરાળા પોલીસ અધિકારી આર.ડી.ચૌધરી તથા Asi એચ.એચ.દવે તથા પો.કોન્સ મહેશભાઇ રમેશભાઇ ગઢવી તથા પો.કોન્સ.નરેન્દ્રસિંહ રામદેવસિંહ ગોહીલ તથા પો.કોન્સ યુવરાજસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા પો.કોન્સ શક્તિસિંહ હઠીસિંહ ગોહીલ વિગેરે નાઓ જોડાયા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.