સાણંદમાં લાયન્સ ક્લબ દ્વારા આંખની તપાસ માટે નિ:શુલ્ક કેમ્પ યોજાયો - At This Time

સાણંદમાં લાયન્સ ક્લબ દ્વારા આંખની તપાસ માટે નિ:શુલ્ક કેમ્પ યોજાયો


અમદાવાદના સાણંદમાં લાયન્સ કલબ ઓફ લિયો ક્લબ સાણંદ દ્વારા જનની હોસ્પિટલ ખાતે આંખની તપાસ માટેનો નિશુલ્ક કેમ્પ યોજાયો હતો

અમદાવાદના સાણંદ શહેર મુકામે લાયન્સ ક્લબ ઓફ સાણંદના સૌજન્યથી અને ડૉ.કૌશલ સોલંકી અને ડૉ.શિલ્વી શાહના સાથ સહકારથી જનની હોસ્પિટલ ગઢિયા ચાર રસ્તા સાણંદ ખાતે શહેર અને આજુબાજુના વિસ્તારમાં રહેતા જરૂરિયાત મંદ લાભાર્થીઓ માટે વિનામૂલ્યે આંખની તપાસ તથા પ્રથમ 10 જરૂરિયાત મંદ વડીલોને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન તથા અન્ય લાભાર્થીઓને રાહત દરે સારવારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેવાભાવી સંસ્થાના શુભ કાર્યમાં સહભાગી થવા માટે લાયન્સ ક્લબ ઓફ સાણંદના પ્રમુખ જીગરભાઈ પંચાલ,પૂર્વ પ્રમુખ વિપુલભાઈ ઠાકોર, વિપુલભાઈ તલાટી, તુષારભાઈ પરમાર, હર્ષદભાઈ લીંબડ, અશ્વિનભાઇ પટેલ, ડૉ.મનુભાઈ કુબાવત, પરેશભાઈ રાવલ અને અશ્વિનભાઇ ગજ્જર સહિતના લાયન્સ મેમ્બરો હાજર રહ્યા હતા.

આ કેમ્પમાં 20 થી પણ વધુ જરૂરીયાત મંદ લાભાર્થીઓએ વિનામૂલ્યે લાભ લીધો હતો અને એમાંથી 10 લાભાર્થીઓના વિનામુલ્યે મોતિયાના ઓપરેશન થશે એવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

*..✍🏻એટ ધીસ ટાઇમ ન્યુઝ સાણંદ અમદાવાદ 📹..*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon