વાગરા: ઓચ્છણ, સેજો : કેશવાણ ખાતે દશમા તબ્બકાના પોષણ માસની ઉજવણી, બાળકોએ અવનવી પ્રવૃત્તિઓ કરી - At This Time

વાગરા: ઓચ્છણ, સેજો : કેશવાણ ખાતે દશમા તબ્બકાના પોષણ માસની ઉજવણી, બાળકોએ અવનવી પ્રવૃત્તિઓ કરી


વાગરા: ઓચ્છણ, સેજો : કેશવાણ ખાતે દશમા તબ્બકાના પોષણ માસની ઉજવણી, બાળકોએ અવનવી પ્રવૃત્તિઓ કરી

ગુજરાત સરકાર દ્વારા સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવણી કરવા નિમિત્તે ICDS શાખા વાગરાના આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ સ્તરે થીમ મુજબની પ્રવૃત્તિ કરવા આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ICDS કચેરી ઘટક વાગરા તાલુકા હેઠળ ચાલતી આંગણવાડી કેન્દ્ર : ઓચ્છણ, સેજો : કેશવાણ ખાતે દશમા તબ્બકાના પોષણ માસની ઉજવણી અંતર્ગત પોષણ માસની પાંચ અલગ-અલગ થીમ મુજબ આંગણવાડી કેન્દ્રના બાળકો દ્વારા વ્યવસાયકારોના વિવિધ વેશભૂષા અને રોલ પ્લે જેવી પ્રવૃતિ કરાવી ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે આંગણવાડી કાર્યકર દ્વારા બનાવેલ TLM પ્રદર્શન કરવામાં આવ્યું અને ઓફિસ સ્ટાફ દ્વારા આઈ.સી.ડી.એસ યોજના હેઠળ ચાલતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ, ટેક હોમ રાશન અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની જરૂરી માહિતી આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓને આપવામાં આવી હતી. પ્રોગ્રામમાં આવેલ બાળકોના વાલીઓને ડિજીટલ કેલેન્ડર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ પુરી પાડવામાં આવી હતી. અંતમાં વેશભૂષામાં ભાગ લીધેલ બાળકોને ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા અને ત્મામાં ભાગ લીધેલ બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત લાભાર્થી દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો.


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.