જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી કમીટી મેમ્બર અને કાઉન્સિલરમાં ગોઢાણીયા કોલેજના બે સરસ્વાતોની નિયુક્તિ - At This Time

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી કમીટી મેમ્બર અને કાઉન્સિલરમાં ગોઢાણીયા કોલેજના બે સરસ્વાતોની નિયુક્તિ


શિક્ષણ એ "ક્લાશરૂમ ઓરીએટેશન" નો નહી પણ "ફિલ્ડ વર્ક ઓરિયેટેશન" નો યુગ છે : ડૉ. વિરમભાઈ ગોઢાણીયા

ગોસા(ઘેડ) તા.૦૨/૦૩/૨૦૨૫
પોરબંદર ની ડૉ. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ ના પ્રિન્સીપાલ ડૉ. કેતનભાઈ શાહ ની યુનિવર્સિટીની કમિટી માં નિમણુંક થતા અને પ્રોફેસર ડૉ રણમલ ભાઈ મોઢવાડીયાની પણ એકેડેમીક કમિટીમાં સમાવેશથતા ટ્રષ્ટ મંડળે નિમણુંક ને આવકારી અભિનંદન સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું.
પોરબન્દર ની ડૉ વી આર ગોઢાણીયા મહિલા કોલેજના એમ એસ સી ઓર્ગેનિક કેમિસ્ટ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં ડૉ નટુભાઈ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ “જિનેટીક ડ્રગ્સ” વિષય પર પી.એચ.ડી ની ઉચ્ચ ડિગ્રીનૉ અભ્યાસ કરતા ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અમેરિકાની ડયુયોન્ટ યુનિવર્સિટી સાથે એમ. ઓ.યુ. કરેલ ત્યારે બાહોળો શિક્ષણ વહીવટ નૉ અનુભવ ધરાવનાર અને ૧૩ કમાઉન્ટ અધર સ્ટડી માટે પસંદગી પામેલા પ્રિન્સિપાલ ડૉ કેતનભાઈ શાહ ની જૂનાગઢ ની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની કમિટી મેમ્બર તરીકે નિમણુંક થતા તેમજ ગોઢાણીયા મહિલા કોલેજ કોમર્સ ડિપાર્ટમેન્ટ ના ડાયરેક્ટર પ્રોફેસર ડૉ રણમલભાઈ મોઢવાડીયાની એકેડેમીક કાઉન્સિલર માં વરણી થતા આ બને સારસ્વાતોની વરણીને આવકારી ટ્રષ્ટ દ્વારા અભિવાદન કરવામાં આવેલ હતું
શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રષ્ટ સાંચાલિત પોરબંદ્રની છેલ્લા ૩૭ વર્ષ થી કન્યા કેળવણી ક્ષેત્રે શિક્ષણ શિસ્ત. અને સંસ્કાર નું ઉમદા ઘડતર માં સૌરાષ્ટ્ર ની અગ્રમ સંસ્થા તેમજ યુનિવર્સિટી માં ૧૩૭ કોલેજો માં એક માત્ર નેક દ્વારા એ ગ્રેડ મેળવનાર ડૉ વી. આર ગોઢાણીયા મહિલા કોલેજ ના સેવા કર્મી પ્રિન્સિપાલ ડૉ કેતન ભાઈ શાહ અને મહિલા કોલેજ ના વાણિજ્ય ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવનાર અને વિદ્યાર્થીઓમાં લૉક પ્રિય એવા કોમર્સ ડિપાર્ટ મેન્ટ ના અધ્યક્ષ પ્રોફેસર ડૉ રણમલ ભાઈ મોઢવાડીયાની અનુક્રમે જૂનાગઢ ની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની કમિટી મેમ્બર અનેએકેડેમીક કાઉન્સિલર માં વરણી થતા તેઓનું અદકેરું અભિવાદન કરવામાં આવેલ હતું
ટ્રષ્ટ ની ઓફિસ ખાતે ટ્રષ્ટના પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડૉ વિરમભાઈ ગોઢાણીયા એ આ નિયુક્તિ ને આવકારી અભિવાદન કરતા જણાવ્યું હતું કે પ્રિન્સિપાલ ડૉ કેતન ભાઈ શાહ ના લીડરશીપ માં ન્યૂ દિલ્હી ની સરકારી ઉચ્ચ સઁસ્થા નેક દ્વારા A-gred મેળવવામાં સ્ટાફ પરિવાર ના અથાગ પુરૂષાર્થ થકી આ સંસ્થાને નામના અપાવી છે ત્યારે શિક્ષણ ની ગુણવતા સુધારણા માં પ્રિન્સિપાલ તથા પ્રોફેસર નું મૂલ્યવાન પ્રદાન રહ્યું છે ત્યારે બને સારસ્વાતો ને અભિનંદન આપી વધુમાં જણાવ્યું કે જયારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦અમલી બની છે ત્યારે સંશોધન, સ્કિલ, ઇનોવેશન ઇન્ટર્નશિપ ., ક્રિયે એટીવીટી જેવા આંયામો નૉ અમલ થવાનો છે ત્યારે હવે આવતી કાલના” શિક્ષણમાં ક્લાસ રૂમ ઓરિયેટેશન “નૉ નહિ,પણ “ફિલ્ડ વર્ક ઓરિયેટેશન “યુગ છે આથી આ સારસ્વતો નૉ લાભ યુનિવર્સિટી ને મળશે.
આ પ્રસંગે કેળવણીકાર ડૉ ઈશ્વરભાઈ ભરડાએ સારસ્વતો સાથે મળીને ગુણવતા લક્ષી શિક્ષણ નૉ રોડ મેપ બનાવી યુનિવર્સિટી નૉ મુદ્રા લેખ "તમસો માં જ્યોતિર્ગમય“ ને સાર્થક બનાવે તેવી અભિનંદન સાથે શુભેચ્છા ઓ આપી હતી.
આ ગોઢાણીયા મહિલા કોલેજના સા રસ્વાતો ની નિયુક્તિ ને આવકારી ટ્રષ્ટ ના મેનેજીંગ ટ્રષ્ટિ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ટ્રષ્ટિ શ્રીઓ શ્રી ભરતભાઈ ઓડેદરા શ્રી મતિ શાન્તા બેન ઓડેદરા, શ્રી મતિ જયશ્રી બેન ગોઢાણીયા. શ્રી ભરત ભાઈ વિસાણા સહિત ના ટ્રષ્ટિ ગણે અભિનંદન સાથે ઉતરોતર પ્રગતિના સોપાનો સર કરે તેવી શુભકામના પાઠવી હતી
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image