વૃક્ષોનાં લાકડાંનો બાગમાં ઢગલો કરાયો , ટ્રીમિંગ કરી કપાતા અને વરસાદમાં પડતાં ઝાડ કમાટીબાગમાં. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rol01xnhvovcc6bw/" left="-10"]

વૃક્ષોનાં લાકડાંનો બાગમાં ઢગલો કરાયો , ટ્રીમિંગ કરી કપાતા અને વરસાદમાં પડતાં ઝાડ કમાટીબાગમાં.


શહેરની શાન સમાન કમાટીબાગ ગાર્ડનમાં કોર્પોરેશન દ્વારા ડમ્પિંગ સાઈટ ઊભી કરવામાં આવી છે . ચોમાસા દરમિયાન શહેરમાં પડી જતાં ઝાડ અથવા સ્ટ્રીમિંગ કરીને કપાતાં ઝાડનાં થડ અને લાકડાં કોર્પોરેશન દ્વારા પ્રાણીઓ માટે બનાવેલા દવાખાનાની બહાર નાખવામાં આવી રહ્યા છે , જેને પગલે મચ્છરોની ઉત્પત્તિ અને ગંદકી થઈ રહી છે . કોર્પોરેશન દ્વારા લાકડાં લઈ જવા માટેનો કોન્ટ્રાક્ટ 2 વર્ષ અગાઉ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું . આ અંગે કોર્પોરેશનના પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ગૌરવ પંચાલે જણાવ્યું હતું કે , સેન્ટ્રલ સ્ટોરમાંથી ટેન્ડર થયું નથી . આટલાદરા ખાતે જગ્યા ન હોવાથી કમાટીબાગમાં લાકડાં નાખવામાં આવે છે , જે સ્મશાનમાં મૃતદેહના અગ્નિસંસ્કાર માટે વાપરવા આપવાનાં છે . લાઈક કમાટીબાગ પ્રાણી સંગ્રહાલય કે , જ્યાં હજારો નાગરિકો રોજ ચાલવા ફરવા આવે છે ત્યાં ગંદકીના ઢગ ઉભા કરીને કોર્પોરેશન નાગરિકો ના સ્વાસ્થ્ય સાથે રમત રમતું હોય તેમ જણાય છે . અંદાજે છ મહિના પહેલા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની વાત કરી હતી પરંતુ તે કેમ પડતી મૂકવામાં આવી તે અંગે પણ કોર્પોરેશનના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]