અમરેલી શાંતા બા હોસ્પિટલમાં થયેલા અંધાપકાંડ મામલે RTI કાર્યકરોએ મુખ્યમંત્રીને પત્ર લખી પરિવારોને વળતર ચૂકવવા માંગ કરી - At This Time

અમરેલી શાંતા બા હોસ્પિટલમાં થયેલા અંધાપકાંડ મામલે RTI કાર્યકરોએ મુખ્યમંત્રીને પત્ર લખી પરિવારોને વળતર ચૂકવવા માંગ કરી


અમરેલી શહેરની શાંતા બા હોસ્પિટલમાં કેટલાક લોકોને આંખના ઓપરેશન કર્યા બાદ અંધકાર સર્જાતા હોબાળો મચ્યો હતો અને સમગ્ર અંધાપકાંડ મામલે રાજય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા તપાસ ટીમની રચના કર્યા બાદ તપાસ ટીમ અમરેલી હોસ્પિટલમાં તપાસ માટે આવી હતી પરંતુ કેટલાય મહિના વીત્યા બાદ હજુ સુધી કોઈ કાર્યવાહી નહિ થવાના મામલે અમરેલીના આર.ટી.આઈ.કાર્યકર નાથાલાલ સુખડીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆતો કરવામાં આવી છે જેમાં અમરેલી સિવિલ હોસ્પિટલ સરકારી જેનું ખાનગી ટ્રષ્ટિ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે જેમાં થોડા મહિના પૂર્વ આંખ વિભાગના ડોક્ટરો અને સ્ટાફ તેમજ ટ્રસ્ટની બેદરકારીના કારણે 25 જેટલા લોકોને આખોના ઓપરેશનના કારણે અંધાપો આવતા જીવન અંધકારમય બન્યું છે અને સરકાર દ્વારા આ કામે તપાસ ટીમ પણ આવેલ જેના અહેવાલ સરકારમાં રજૂ થયેલા હોય તો જવાબદારો તમામ સામે સત્વરે બીજા દર્દીઓ ભોગ ન બને તે પહેલાં કાર્યવાહી થવા તેમજ ભોગ બનનાર તમામ દર્દીઓને વળતર આપવા આદેશ થવા તેમજ આ કામે આંખ વિભાગમાં ફરજ બજાવતા તમામ ડોકટર સ્ટાફના ડીગ્રી સર્ટી ચેક કરવા અને આ સિવાયના વિભાગના ટ્રસ્ટ દ્વારા ભરતી કરાયેલા ડોક્ટરો નરસિંગ સ્ટાફના ઓરીજનલ સર્ટી ઓ કોઈ બીજા દર્દીઓ ભોગ ન બને તે પહેલાં ઓડિટ થવા વિનંતી આ બાબતે વહેલી તકે તપાસ હાથ ધરવા માંગ છે.

નાથાલાલ સુખડીયાના જણાવ્યા પ્રમાણે સર્વે લોકોની માંગણી છે જેથી વધારે આ દર્દીઓ ભોગ ન બને તેની કાળજી લેવા આ અંગે હાલ તપાસ ટીમ કોઈપણ જાતનો આ અંગે અહેવાલ પણ રજૂ થયેલ હોય સત્વરે જવાબદારો સામે કાર્યવાહી કરવા તેમજ જેથી આંખોને અંધાપો આવેલ છે તેમની આજદિન સુધી કોઈપણ વળતરની રકમ પણ આપવામાં આવેલ નથી.
રિપોર્ટ -અશ્વિન બાબરીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon