પોષણ માહની ઉજવણી અંતર્ગત રોજિંદા જીવનમાં કઠોળ અને લીલા પાંદડાવાળા શાકભાજીના ઉપયોગ અંગે સમજ અપાઇ. - At This Time

પોષણ માહની ઉજવણી અંતર્ગત રોજિંદા જીવનમાં કઠોળ અને લીલા પાંદડાવાળા શાકભાજીના ઉપયોગ અંગે સમજ અપાઇ.


માતૃશક્તિ અને પૂર્ણા શક્તિના પેકેટ્સનો ખોરાકમાં ઉપયોગ કરવા બાળકોના વાલીઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવી

દાહોદ:- આઇસીડીએસ વિભાગ અંતર્ગત પોષણ માહની ઉજવણી ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં વિવિધ ઘટકોની આંગણવાડીમાં પોષણ અને આરોગ્ય અંગે લોકોમાં જાગરૂકતા લાવવા વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

દેવગઢબારિયા ઘટક ૨ ના ભૂવાલ, ડાંગરીયા સેજામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેનના માર્ગદર્શન હેઠળ પોષણમાસની ઉજવણી કરવામાં આવી પોષણ માસ અંતર્ગત આરોગ્ય અને સ્વચ્છતા વિશે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોજનાકીય માહિતી, શરીરની સ્વચ્છતા, ઘર બહારની સ્વચ્છતા, રસોઈની સ્વચ્છતા, વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભૂવાલ સેજામાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા શક્તિના પેકેટમાંથી અલગ અલગ વાનગીઓ વિશેની સમજ આપવામાં આવી હતી. ઉપરાંત નવજાત શિશુ અને તેની માતાની ગૃહ મુલાકાત લઈને બાળ સંભાળ અને સ્તનપાન અંગેની માહિતી આપવામા આવી હતી.

પોષણ માસની ઉજવણી અંતર્ગત માતૃશક્તિ અને પૂર્ણા શક્તિના પેકેટ્સનો ખોરાકં ઉપયોગ તથા લાભાર્થીઓને રોજિંદા જીવનમાં કઠોળ શ્રીઅન્ન, લીલા પાંદડાવાળા શાકભાજી વગેરેનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન અપાયું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય સેવિકા બેનો શ્રી ,સહિત આઈ.સી.ડી.એસ સ્ટાફ અને આંગણવાડી કાર્યકર બહેનો સહિત માતાઓ ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.