રાજકોટ શહેર રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ધરોહર લોકમેળો-૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું. - At This Time

રાજકોટ શહેર રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ધરોહર લોકમેળો-૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું.


આગામી તા.૨૪/૦૮/૨૦૨૪ થી તા.૨૮/૦૮/૨૦૨૪ દરમ્યાન રાજકોટ શહેર રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ધરોહર લોકમેળો-૨૦૨૪ નું આયોજન કરવામાં આવે છે જેમાં જાહેર જનતાને કોઇ તકલીફ ના પડે તથા લોકમેળા દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જાહેર જનતાને નીચે મુજબની અપીલ કરવામાં આવે છે.
(૧) એન્ટ્રી તથા એક્ઝીટ ગેઇટ:-
→ ગેઇટ નં.૧ જે ફનવર્લ્ડની બાજુમાં આવેલ છે તથા ગેઇટ નં.૪ જે રમેશભાઇ પારેખ ઓપન થીયેટરની પાછળ આવેલ છે જે એન્ટ્રી ગેઇટ તરીકે નક્કી કરવામાં આવેલ छे.
:• ગેઇટ નં.ર જે પોલીસ હેડ ક્વાર્ટર સર્કલની બાજુમાં આવેલ છે તથા ગેઇટ નં.૩ જે જુના એન.સી.સી. ચોકની બાજુમાં આવેલ છે જે એક્ઝીટ ગેઇટ તરીકે નક્કી કરવામાં આવેલ છે.
(૨) ઇમરજન્સી ગેઇટ:-
• ફનવર્લ્ડ તથા પોલીસ હેડ ક્વાર્ટર સર્કલની વચ્ચે ઇમરજન્સી એક્ઝીટ ગેઇટ આવેલ છે તથા પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ અને જુના એન.સી.સી. સર્કલ વચ્ચે ઇમરજન્સી એક્ઝીટ ગેઇટ આવેલ છે જેનો ઉપયોગ કરી શકાય.
* રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ઇમરજન્સીમાં બહાર જવાનું થાય તો ગ્રાઉન્ડની ચારે બાજું ઇમરજન્સી ગેંગ-વે બનાવેલ છે ત્યાંથી ઝડપથી અડચણ વગર બહાર નીકળી શકાય.
(૩) બાળકો માટેની સુચના:-
:• પોલીસ દ્વારા કરેલ વ્યવસ્થા:-
૧) રેસકોર્ષ મેદાનમાં ફનવર્લ્ડની બાજુમાં આવેલ ગેઇટ નં.૧ ની બાજુમાં પોલીસ કન્ટ્રોલ ડોમ તથા રમેશભાઇ પારેખ ઓપન થીયેટરની બાજુમાં આવેલ પોલીસ કન્ટ્રલ રૂમ આવેલ છે. જેથી કોઇ બાળક ગુમ થાય કે કોઇ વસ્તુ ગુમ થાય કે કોઇ બનાવ બનેલ હોય તો પોલીસનો સંપર્ક કરવો.૨) કોઇ પણ બાળક મેળામાં ખોવાઇ જાય તો ઉપર મુજબના કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવો.
+ લોકો દ્વારા તકેદારી :-
૧) નાના બાળકોને મેળામાં લઈને આવવાનું થાય તો તેમના ખિસ્સામાં વાલીનું નામ તથા મોબાઇલ નંબર લખેલ ચિઠ્ઠી મુકી રાખવી જેથી કદાચ બાળક ખોવાઇ જાય તો પોલીસ ઝડપથી વાલીનો સંપર્ક કરી શકે.
૨) શક્ય હોય તો નાના બાળકોને દિવસ દરમ્યાન લોકમેળામાં લઇને આવવું હિતાવહ છે.
(૪) મહિલા સુરક્ષા બાબતે :-
૧) મહિલાઓ સાથે છેડતી તથા ચેઇન સ્નેચીંગ કે અન્ય બનાવ ના બને તે માટે બે એન્ટી રોમીયો સ્કોડની વ્યવસ્થા કરેલ છે.
૨) એન્ટી રોમીયો સ્કોડની અંદર એક મહિલા પી.એસ.આઇ. તથા અન્ય ચાર મહિલા પોલીસ કર્મચારી ખાનગી કપડામાં ફરજ બજાવશે.
(૫) અસામાજીક તત્વો તથા ટપોરીઓ માટે :-
:• પોલીસ દ્વારા કરેલ વ્યવસ્થા:-
૧) મેળામાં વધુ પડતી ભીડનો લાભ લઇ અસામાજીક તત્વો તથા ખિસ્સા કાતરૂઓ તથા ટપોરીઓ દ્વારા મોબાઇલ ચોરી તથા પાકીટ ચોરીના બનાવો બનતા હોય છે.
૨) આવા અસામાજીક તત્વો તથા ટપોરીઓ ઉપર વોચ રાખવા ગ્રાઉન્ડ પરીસરમાં ચાર ટીમો કાર્યરત છે જેમાં એક પી.એસ.આઇ. કક્ષાના અધિકારી તથા અન્ય ચાર પોલીસ કર્મચારીઓ ખાનગી કપડામાં વોચ રાખશે.
૩) રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનનાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ વોચ રાખશે જે પોતાના વિસ્તારના ચોરી તેમજ લુટ કરનાર ઇસમોથી પરીચીત હોય જેથી બનાવ બનતા અટકાવી આવા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકાય.
૪) આજુ બાજુનાં જિલ્લાઓના લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ પણ લોકમેળામાં વોચ રાખશે જેથી પોતાના વિસ્તારના આવા ઇસમોને પકડી ચોરી તથા લુટના બનાવ બનતા અટકાવી શકાય.લોકો દ્વારા તકેદારી :-
(૧) ભીડભાડ વાળી જગ્યા પર પોતાનો કિંમતી સામાન તથા મોબાઇલ તથા પાકીટ સાચવીને રાખવા.
(૨) ખાસ કરીને વધુ ભીડ વાળી જગ્યા પર પોતાનો મોબાઇલ તથા પાકીટની ચોરી થવાની શક્યતા વધુ હોય છે જેથી આ બાબતે ખાસ ધ્યાન રાખવુ.
(૩) મોબાઇલ તથા પાકીટ પાછળના ખિસ્સામાં ના રાખવા.
(૪) લોકમેળાની અંદર આવતા લોકોએ શક્ય હોય ત્યાં સુધી સોના તથા ચાંદીના દાગીના પહેરવાનું ટાળવુ હિતાવહ છે તથા જો સોના ચાંદીના દાગીના પહેરીને આવવાનું થાય તો સુરક્ષીત રાખવા.
(૫) લોકમેળા દરમ્યાન બહેનોએ પાકીટમાં કિંમતી વસ્તુઓ તથા વધુ રોકડ રકમ તથા અગત્યના દસ્તાવેજ રાખવા નહી તથા પર્સમાં પોતાના સગાના મોબાઇલ નંબર લખેલ રાખવા જેથી પર્સ મળી આવ્યે સંપર્ક કરી શકાય.
(૫) ટ્રાફીક વ્યવસ્થા :-
• પોલીસ દ્વારા કરેલ વ્યવસ્થા:-
(૧) લોકમેળા દરમ્યાન ટ્રાફીક વ્યવસ્થા બાબતે મહે. પોલીસ કમિશ્નર શ્રી રાજકોટ શહેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
(૨) ટ્રાફીક શાખા દ્વારા નક્કી કરવામાં આવેલ પાર્કીંગ સ્થળો પર સી.સી.ટી.વી. કેમેરા તથા બંદોબસ્ત રાખવામાં આવેલ છે
(૩) ટ્રાફીક શાખા દ્વારા નક્કી કરવામાં આવેલ પોઇન્ટ સિવાયના સ્થળો પર પાર્કીંગ કરવામાં આવશે તો વાહનો ટોઇંગ કરવામાં આવશે.
* લોકો દ્વારા તકેદારી :-
(૧) લોકમેળામાં આવતી વખતે પોતાના વાહનો ટ્રાફીક શાખા તરફથી રાખવામાં આવેલ પાર્કીંગમાં જ પાર્ક કરવા જેથી ચોરીના બનાવો બનતા અટકાવી શકાય.
(૨) વાહનો પાર્ક કરી આપના વાહનને હેન્ડલ લોક અવશ્ય મારવું.
(૩) નંબર પ્લેટ વગરના વાહનોમાં ચોરી થવાની શક્યતા વધુ હોવાથી નંબર પ્લેટ અવશ્ય લગાડીને રાખવી.(૬) અન્ય સુચનાઓ :-
• ગેઇટ નં.ર (પોલીસ હેડ ક્વાર્ટર) ની બાજુમાં હેલ્થ કેમ્પ માટેનો ડોમ આવેલ છે જેથી કોઇ મેડીકલ ઇમરજન્સીની જરૂરીયાત હોય તો સંપર્ક કરવો.
• મેળા દરમ્યાન કોઇ અફવા પર ધ્યાન આપવુ નહી તેમજ કોઇ અફવા ધ્યાનમાં આવે તો મેળામાં હાજર પોલીસનું ધ્યાન દોરવું.
• રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ચાર જગ્યા પર ફાયર એમ્બ્યુલન્સ હાજર છે.
• લોકમેળા દરમ્યાન કોઇ આગનો બનાવ બને તો કન્ટ્રોલ રૂમ તરફથી જે સુચનાઓ આપવામાં આવે તેનું અવશ્ય પાલન કરવું અને તે મુજબ કામ કરવું.
• ગ્રાઉન્ડની બહાર રીંગરોડ પર ક્રાઉંડ કન્ટ્રોલ માટે હોલ્ડીંગ એરીયા બનાવવામાં આવેલ છે જેથી ભીડને નિયંત્રણ કરી શકાય. જેથી હોલ્ડીંગ એરીયામાં હાજર લોકોને જે સુચના મળે તેનું પાલન કરવા વિનંતી છે.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.