જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ચાચરિયા પ્રાથમિક શાળામાં ધોરણ -4 ના વિધાર્થી ની બેવડી સિદ્ધિ - At This Time

જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ચાચરિયા પ્રાથમિક શાળામાં ધોરણ -4 ના વિધાર્થી ની બેવડી સિદ્ધિ


(કનુંભાઈ ખાચર દ્વારા)
બાળકોમાં પડેલી અનેક સુષુપ્ત શકિતઓને બહાર લાવી એની પ્રતિભાને પારખી યોગ્ય રાહે સફળ બનાવવાના ઉચ્ચ વિચારને વેગવંતો બનાવતા શિક્ષણ પરિવાર ગુજરાત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બોટાદ દ્વારા દિનેશભાઈ દિહોરા ના માર્ગદર્શન હેઠળ દર વર્ષે "બાળ પ્રતિભા શોધ સ્પર્ધા" નું આયોજન કરવામાં આવે છે. ચાલું વર્ષની બોટાદ જિલ્લા કક્ષાની આ સ્પર્ધા બોટાદ ની ખાનગી શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળામાં ધોરણ - ૪ નો વિદ્યાર્થી ખાચર સૂર્યદીપ પ્રવીણભાઇ વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધામાં સૌથી શ્રેષ્ઠ પ્રતિભા દાખવી પ્રથમ નંબર મેળવ્યો હતો. હવે આ વિદ્યાર્થી ઝોન કક્ષામાં બન્ને સ્પર્ધામાં બોટાદ જિલ્લાનું નેતૃત્વ કરશે. સરકારી શાળા શ્રેષ્ઠ શાળા એવા અનુસરણીય સુત્રને સાકારિત કરતી અંતરિયાળ વિસ્તારની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળા સતત ને સતત ઈનોવેટિવ પ્રવૃત્તિઓ, સંસ્કાર, શિસ્ત, સ્વાસ્થ્ય અને અનેક મૂલ્યલક્ષી પ્રયોગો થકી ઉત્તમ શિક્ષણ આપી સમગ્ર બોટાદ જિલ્લામાં આગવું સ્થાન ધરાવે છે. ચાચરિયા શાળા પરિવાર , તાલુકા, જિલ્લાના સારસ્વતો તથા જિલ્લા શિક્ષણ પરિવાર બોટાદના વડા ભરતસિંહ વઢેરે આ વિદ્યાર્થી ની પ્રતિભાને બિરદાવી આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.