લોકપ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
લોકપ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની
અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
--------------------
લોકપ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા પ્રશ્નો પૈકી મોટા ભાગના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવે છે. ઈણાજ ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
કલેક્ટરશ્રીએ અરજદારોની રજૂઆત સાંભળ્યા બાદ સંબંધિત વિભાગના અધિકારીઓને સરકાર દ્વારા નિયત કરાયેલા નિયમો મુજબ પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરશ્રી સમક્ષ વેરાવળ શહેરના મફતિયાપરા વિસ્તારના જાહેર રસ્તાની બન્ને બાજુએ આવેલા કાચા-પાકા ગેરકાયદેસરના દબાણો દૂર કરવા, સીમ વિસ્તારમાં આવેલા જાહેર સીમાડાના રસ્તાનું દબાણ દૂર કરવા, જાહેર રસ્તો ખુલ્લો કરાવવા, ગામતળમાં આવેલ રસ્તા પરનું દબાણ દૂર કરવા, જાહેર શૌચાલય તથા પાણીનો ઘાટ ઉપયોગ લાયક બનાવવા તેમજ જમીન માપણીના સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં.
કલેક્ટરશ્રીએ જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત તમામ અરજદારોના વણઉકલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતે ચર્ચા કરી હતી.
આ સાથે જ કલેક્ટરશ્રીએ તમામ વિભાગના અધિકારીઓને અરજદારોની રજૂઆતોને વિગતે સાંભળી નિશ્ચિત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, કોડિનારના ચીફ ઓફિસર શ્રી વિનોદ રાઠોડ, કોડિનાર પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એન.આર.પટેલ, ઉના અને વેરાવળ તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલાલા નગરપાલિકા એન્જિનિયરશ્રી સહિત જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
00 000 000 00
આ પ્રકારના તમામ સમાચાર માટેે
