આર્ટ્સ કોલેજ મોડાસામાં ઉજવાયેલ ગીતા જયંતિ
શ્રી એસ. કે. શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ.એમ. આર્ટ્સ કોલેજ, મોડાસા માં આજે ગીતા જયંતિ ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ઇસ્કોન મંદિર માંથી શ્રી મનુ મિષ્ટમ પ્રભુજી, દર્શન પ્રભુ, વિઠ્ઠલપ્રભુ તથા ઉમેશ પ્રભુ અત્રે પધારેલ હતા. શ્રી મનુ મિષ્ટમ પ્રભુજીએ ‘ગીતા જ્ઞાન’ આપી ગીતાનું મહત્વ સમજાવ્યું. આધુનિક કાળમાં સ્ટ્રેસમાં જીવતા માનવીએ મનની સાંત્વના કેવી રીતે મેળવવી તેના ઉપર મનનીય વ્યાખ્યાન આપ્યું.
ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ શ્રી નિલેશભાઈ જોષીએ વિદ્યાર્થી કાળના પોતાના અનુભવોને વાગોળી વિદ્યાર્થીઓને ઉજ્જવળ સ્વપ્નો સાકાર કરવા અંગેની પ્રેરણા આપી. કોલેજના આચાર્યશ્રી દીપકભાઈ જોષી સાહેબે મહેમાનોનું સ્વાગત કરી ‘ગીતા’ ના વિચારોને જીવનમાં સાકાર કરવા અંગે માર્ગદર્શન આપ્યું. મંડળના ઉપપ્રમુખ અને કોલેજના પ્રભારી મંત્રી શ્રી મહેન્દ્રભાઈ શાહ સાહેબે વિદ્યાર્થીઓને આશીવર્ચન આપ્યા. પ્રા. દેશમુખ સાહેબે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું તથા ડૉ. મયુરભાઈ સોલંકીએ આભાર વિધિ કરી હતી.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.