હળવદ શહેરમાં રેણાક વિસ્તારમાં તસ્કરોએ તરખાટ પાંચ મકાનોને નિશાન બનાવ્યા સોના ચાંદી અને રોકડ રકમ ની ચોરી
મકાન માલિક નવરાત્રીમાં વતન ગયા હોય અને અન્ય મકાન માલિક માતાજીનો પ્રસંગે હોય ત્યાં ગયા ત્યારે બંધ મકાનોમાં તસ્કરોએ મકાનના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કરીને ચોરી કરીને નાસી છૂટયા હતા
હળવદ શહેર ની રવિવારની રાત્રે હળવદ શહેરને તસ્કરોઓ એકી સાથે પાંચ મકાનોને તાળા તોડીને પાંચ મકાનોને નિશાન બનાવ્યા હતા અને પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉભા કરી દીધા હતા હળવદના બસ સ્ટેશન પાછળ ત્રણ મકાનો વ તેમજ ઉમિયા પાર્ક આનંદપાકે વિસ્તારોમાં બે મકાનોમા તસ્કરોએ મકાનના તાળા તોડીને સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ લાખો રૂપિયાની ચોરી થય હતી મકાન માલિક કોઈ પોલીસની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડીને વધુ તપાસ હાથ ધરી હતી
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ હળવદની માં રવિવારે રાત્રે બન્યો હતો હળવદના ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતા થોભણભાઈ ભગવાન ભાઈ કણઝરીયા ના મકાનના તાળા તોડીને 45000 રોકડ ચાંદીના સાંકડા સોનાની વીંટી એક સોનાનો દાળો સહિતની ચોરી થય હતી બીજો બનાવ હળવદના આનંદ પાર્ક વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઈ જીવણભાઈ ગઢવી જે માતાજીના દર્શન કરવા ગયા હતા બંધ મકાનમાં મકાનના કાળા તોડીને કબાટમાં રાખેલ સોનાના દાગીના ચાર તોલાનો સોનાનો હાર અને ચાર તોલા નુ મંગળસૂત્ર અને 6હજારની ચોરી થઈ હતી ત્યારે ત્રીજો બનાવ હળવદના બસ સ્ટેશન પાછળ દર્શનભાઈ લાલજીભાઈ રબારી મકાન માં તાળા તોડ છોકરા બચત ગલો રોકડ 6 હજાર રકમ ભેગા કરતા ઉઠાવી ગયા હતા જ્યારે ચોથો બનાવ હળવદના બસ સ્ટેશન પાછળ નિકુંજભાઈ કરસનભાઈ પરમાર શિક્ષકના ઘરમાં તાકીને ચાંદીની મૂર્તિ તેમજ 5000 રોકડા અને એક જુનો મોબાઇલ ચોરી કરીને નાસી છૂટ્યા હતા જ્યારે પાંચમો બનાવ હળવદના બસ સ્ટેશન પાછળ આંબેડકર નગરમાં નવીનભાઈ મોતીભાઈ પરમાર તેઓ જૂના આંબેડકર નગરમાં માતાજીનું જાગરણ હોય કેવો બને પતિ પત્ની આવ્યા હતા માતાજીના જાગરણ માં આવ્યા હતા ત્યારે બંધ મકાનમાં તસ્કરો ઓ રાત્રિના ચાર વાગ્યાના અરસામાં લોખંડના દરવાજા નો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં રાખેલ સોના ની વીટી 3 વીંટી .બે જોડી સોનાની કાનની બુટ્ટી.એક સોના ચેઈન.બે કાનની કડી.ચાંદીના બે નંગ જુડા.3,જોડી ચાંદી. સડાઅને જેર.સોનાની કાનની શેરી બે નંગ.પગની 4 નંગ ચાંદીની વીંટી
બે ચાદીની લક્કી.. અને 40 હજાર રોકડા
અંદાજે છ તોલાના સોનુ અને 2 કિલો ચાદીની ચોરી કરીને નાસી છૂટયા હતાં આમ તસ્કરો એકીસાથે પાંચ મકાનોને તસ્કરોએ નિશાન બનાવીને તરખાટ મચાવતાં હળવદમાં લોકો માં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો અને પોલીસની નાઈટ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઊભા કરી દીધા છે ત્યારે પોલીસ દ્વારા વહેલી તકે તસ્કરો ને ઝડપી પાડે જે લોકોની ચોરી થયેલ રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના પરત મળે તેવી લોકોને માંગ ઉઠવા પામી છે
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.