મુનપુર કોલેજ માં એક દિન પૂર્વે ગાંધીજયંતી ઉજવવામાં આવી
આજ તા.૧/૧૦/૨૪ના રોજ અત્રેની કૉલેજમાં આચાર્યશ્રી એમ.કે. મહેતા સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. તથા સમાજશાસ્ત્ર વિભાગ અંતર્ગત ગાંધીજીની 155 મી જયંતીની ઉજવણીના ભાગરૂપે 'ગાંઘીવંદના' કાર્યક્રમ યોજવામાં આવ્યો.
કાર્યક્રમના આરંભે ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. હર્ષદાબેન શાહે કાર્યક્રમની રૂપરેખા બાંધી ગાંધીજયંતીને યુનેસ્કો દ્વારા 'આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ' તરીકે જાહેર કરવામાં આવ્યો તે સંબંધિત જાણકારી અને ગાંધીજીના વ્યક્તિત્વના ગુણો, તેમના પ્રેરણાત્મક વિચારોની સાંપ્રતકાળમાં ઉપયોગિતા અને વૈશ્વિક સ્તરે ગાંધીજીના પ્રભાવ અંગે વાત કરી.
ત્યારબાદ હિન્દી વિભાગના અધ્યક્ષા ડૉ. સુશીલા વ્યાસે ગાંધીજી વિશે વાત કરતા બૅરિસ્ટર થી મહાત્મા સુધીની સફરમાં તેઓના વિચારો,ખાદીના પહેરવેશનું મહત્વ, સાદગીભરીજીવન શૈલી અને આચારવિચારના ઐક્ય વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી.
ગુજરાતી વિભાગના અધ્યાપક ડૉ. પરેશભાઈ ચૌધરીએ ગાંધીજીના જીવનસંદેશ તેમજ તેમના સાહિત્ય સંબંધિત વિચારો, કસ્તુરબા સાથેના ઘરેલુ કાર્યમાં તેમની સહભાગિતા અંગે વાત કરી તથા સાહિત્યમાં ગાંધીજીના પ્રભાવ અંગે વાત કરી.
આ કાર્યક્રમમાં કૉલેજના સાત વિદ્યાર્થીઓએ પણ ગાંધીજી વિશે જુદાજુદા વિષયો જેવા કે - 'સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીની ભૂમિકા અને ફાળો', 'ગાંધીજીનો જીવન પરિચય', 'ગાંધીજીના સામાજિક વિચારો', 'ગાંધીજીનું સામાજિક ક્ષેત્રે પ્રદાન' અંગે પોતાના વિચારો પ્રગટ કર્યા.
કાર્યક્રમના અંતમાં સમાજશાસ્ત્રના અધ્યક્ષ ડૉ. મહેજબીન સૈયદે ગાંધીજીના શિક્ષણ સંબંધિત વિચારો , ગાંધીજીનો સર્વોદયનો ખ્યાલ, સામાજિક સુધારણામાં ગાંધીજીના ભૂમિકા અંગે માહિતી આપી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સંયોજન સમાજશાસ્ત્ર વિભાગ તથા એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર પ્રા. જે.એલ.ખાંટે કર્યું.
સર્જિત ડામોર
(કડાણા)
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.