રાજકોટ હીરસર એરપોર્ટ પાસે બેટી નદી પર ડેમ બનાવવા એમ. એલ. એ ની રજુઆત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rjnzuggnmkudnk2v/" left="-10"]

રાજકોટ હીરસર એરપોર્ટ પાસે બેટી નદી પર ડેમ બનાવવા એમ. એલ. એ ની રજુઆત


ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ નજીક નવો ડેમ બનાવવા બે-ત્રણ વર્ષ પહેલા સરકારમાં રજૂઆત કરી હતી. જેને સફળતા મળી છે. અમદાવાદ નેશનલ હાઈવે પર હીરાસર એરપોર્ટ પહેલા બેટી નદી પર ડેમ બનાવવા ગોવિંદ પટેલે કરેલી રજૂઆતને પગલે એરપોર્ટ ઓથોરિટીએ NOC આપી દીધી છે.

રાજકોટમાં કુવાડવા રોડ હીરાસર નજીક બેટી નદી પર ડેમ બનશ એરપોર્ટ ઓથોરિટી દ્વારા NOC આપવામાં આવી પાણી બાબતે રાજકોટ બનશે આત્મનિર્ભર ધારાસભ્ય ગોવિંદ પટેલની વધુ એક સફળ રજુઆત
રાજકોટમાં વર્ષો બાદ નવા ડેમ માટેની ગતિવિધિ તેજ

આ અંગે ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટમાં પાણીની અછત છે. સૌરાષ્ટ્રનું ભૂતળ પથરાળ હોવાથી ગમે તેટલો વરસાદ પડે તો પણ આપણે એને રોકી શકતા નથી. આથી બધુ પાણી દરિયામાં જતુ રહે છે. આથી જ્યાં જ્યાં નાના-નાના ડેમ બની શકતા હોય તેવી જગ્યાએ પાણીનો સંગ્રહ કરવા ડેમ બનાવવા જોઇએ. અમદાવાદ નેશનલ હાઇવે પર હીરાસર એરપોર્ટ પહેલા બેટી નદી પર જો નાનકડો ડેમ બને તો નદી પહોળી અને ઊંડી કરી શકાય. જેમાં મોટી માત્રામાં પાણીનો જથ્થો સંગ્રહ થઈ શકે છે. આ સાઈટ ધ્યાનમાં આવતા મેં સરકારમાં માગણી કરી હતી. પરંતુ અત્યારના ગાળામાં એરપોર્ટ ઓથોરિટીને આપણે અરજી કરી હતી. એરપોર્ટ ઓથોરિટીને સરકારે જગ્યા આપી નહોતી. જેના કારણે બે-ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. હવે એરપોર્ટ ઓથોરિટીને સરકારે જગ્યા આપી દીધી છે. આથી એરપોર્ટ ઓથોરિટીએ આપણને મંજૂરી અને NOC પણ આપી દીધી છે. NOC મળ્યા પછી હવે જે-તે વિભાગ દ્વારા સરકારમાં મંજૂરી માટે રિપોર્ટ મોકલશે. આ મંજૂરી મળ્યા બાદ ડેમ બનાવવાની કામગીરી આગળ વધશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]