ધોળકામાં રક્ષિત સ્મારકમાં ઘૂસી જતાં પશુઓથી ઇમારતને નુકસાનનું જોખમ

ધોળકામાં રક્ષિત સ્મારકમાં ઘૂસી જતાં પશુઓથી ઇમારતને નુકસાનનું જોખમ


- પુરાતત્વ ખાતાની નિષ્ક્રિયતાથી લોકોમાં રોષ બગોદરા : અમદાવાદ જિલ્લાનાં ધોળકા શહેરમાં સુલતાન મહેમુદ બેગડાના શાસનમાં આશરે ૬૦૦ વર્ષ પહેલાં ઐતિહાસિક પ્રાચીન સ્મારક ખાન મસ્જિદ અને ખાન તળાવ બનાવવામાં આવેલા છે. આ રક્ષિત સ્મારકની દેખભાળ રાખવામાં પુરાતત્વ વિભાગ ધ્યાન આપતું નથી. જવાબદાર અધિકારી અને વોચમેન પણ બેદરકાર હોવાથી દરરોજ આ પ્રાચીન અને રક્ષિત સ્મારકનાં વિશાળ કમ્પાઉન્ડમાં પશુપાલકો પોતાના સંખ્યાબંધ પશુઓને ઘાસ ચરવા ગેરકાયદેસર ઘુસાડી દે છે. આ પશુઓ આ પવિત્ર જગ્યાએ પોદળા પાડી ને ગંદકી ફેલાવે છે. જેથી લોકોની ધામક લાગણી દુભાઈ છે. આ રક્ષિત સ્મારકની કમ્પાઉન્ડ વોલ અમુક જગ્યા એ તૂટી ગઈ છે. આ બાબતને પુરાતત્વ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ ગંભીરતાથી લઇ ને તાત્કાલિક સ્મારકની અંદર ઘૂસી આવતા પશુઓને અટકાવવા પગલાં લે તેમ સ્થાનિકો ઇચ્છી રહ્યાં છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »