શ્રીકુંકાવાવ કન્યાશાળામાં આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી
શ્રીકુંકાવાવ કન્યાશાળામાં આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.તા.૮/૩/૨૦૨૫ ને શનિવારે સવારે ૯ કલાકે દરેક માતાઓ તૈયારી સાથે બોળા પ્રમાણમાં ઉપસ્થિત રહીને નારી શક્તિ આજે દરેક વ્યવસાયમાં કામ કરી રહી છે. એ સાર્થક કરી બતાવ્યું છે.નારી અબળા નહિ પરંતુ સબળા છે.નારી નર્કનું દ્વાર નહિ પરંતુ સ્વર્ગનું દ્વાર છે.કોઈ એક સફળ પુરુષની પાછળ એક મહાન સ્ત્રીનોજ હાથ હોય છે.દરેક બાળકોએ તેમની માતાઓને પગ ધોઈ કંકુ ચોખા લગાવ્યાં આશીર્વાદ લીધા બાદ કુમકુમ તિલક કરી ગળે લગાવ્યાં.મો મીઠું કરાવ્યું અને આચાર્યશ્રીએ બાળકોમાં સંસ્કારોનું કેવું ચિંચન કરવું જોઈએ અને દરેક નારી એ બીજી નારીનું સન્માન કરવું જોઈએ એ સમજ આપી નારી નારીની દુશ્મન નહિ પરંતુ પૂજનીય હોવી જોઈએ ત્યારબાદ આદરણીય બી.આર.સી. નીરવભાઈ સાવલિયાએ માતાઓને નારી શક્તિ ભગવાન શિવ દ્વારા મળેલ શિવ શક્તિનું સાક્ષાત રૂપ છે. તેની સમજ આપી.બાળકોએ વેશભૂષા દ્વારા નારી શું કરી શકે તેનું પાત્ર દ્વારા સજ આપી ત્યારબાદ શાળા પરિવાર દ્વારા સર્વ પૂજનીય માતાઓને આભાર માનવામાં આવ્યો.અસ્તુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
