અમદાવાદનું નવુ નઝરાણું અટલ બ્રિજ હવે ફ્રીમાં જોવા નહીં મળે ! જાણો એન્ટ્રી ફી અને નિયમો
અમદાવાદ : અમદાવાદ શહેરની પ્રસિદ્ધિમાં વધુ એક યશ કલગી ઉમેરાઇ છે. શહેરના પૂર્વ અન પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટેરીયન બ્રિજ) ને 27 ઓગસ્ટના રોજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ દેશનો પ્રથમ આ પ્રકારનો ફુટ બ્રિજ હશે. અટલ બ્રિજને જોવા માટે એન્ટ્રી ફીની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવેશ ફી અને અન્ય નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
અટલ બ્રિજ પર એન્ટ્રી માટે જે પ્રમાણે ફી નક્કી કરવામાં આવી છે તે મુજબ 12 વર્ષ સુધીના બાળકો માટે 15 રૂપિયા, 12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 30 રૂપિયા અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 15 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. આમ સીનિયર સિટિઝનને ધ્યાનમાં રાખતા સરકારે તે અનુસાર ફી નક્કી કરી છે.
અટલ ફુટ ઓવર બ્રિજ ટિકીટ દર..
૩૧ ઓગષ્ટથી ટિકીટ દર લાગુ..
૧૨ વર્ષથી ઉપરના વ્યક્તિ માટે ૩૦ રૂપિયા..
૩ થી ૧૨ વર્ષના બાળકો માટે ૧૫ રૂપિયા..
૬૦ વર્ષથી ઉંપરની ઉંમરના સિનિયર સિટીઝન માટે ૧૫ રૂપિયા , વિકંલાગ માટે નિઃશુલ્ક..
અટલ બ્રિજ પર સમય મર્યાદ ૩૦ મિનિટ રહેશે..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.