મહીસાગર જિલ્લાના લુણાવાડા સેવા સદન ખાતે સમાન સિવિલ કોડ સમિતિની જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિકો સાથે બેઠક યોજાઈ. - At This Time

મહીસાગર જિલ્લાના લુણાવાડા સેવા સદન ખાતે સમાન સિવિલ કોડ સમિતિની જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિકો સાથે બેઠક યોજાઈ.


રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી: સભ્ય શ્રીમતી ગીતાબેન શ્રોફ

મહીસાગર જિલ્લાના લુણાવાડા સેવા સદન ખાતે સમાન સિવિલ કોડ સમિતિની જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિકો સાથે બેઠક યોજાઈ

સમાન સિવિલ કોડ અંગે મહીસાગરવાસીઓના અભિપ્રાય લેવાયા

સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે લુણાવાડા જિલ્લા સેવા સદન, સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિકો સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સમાન સિવિલ કોડ સમિતિ, ગુજરાતનાં સભ્ય શ્રીમતી ગીતાબેન શ્રોફ એ જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી છે. સમિતિ મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને UCC નો મુસદ્દો તૈયાર કરશે.

વધુમાં, સમિતિના સભ્યશ્રી દક્ષેસ ઠાકરે કહ્યું કે, સમાન સિવિલ કોડને લઈ પોતાના સૂચનો/મંતવ્યો તા: ૨૪/૩/૨૦૨૫ સુધી ગુજરાત સરકારના પોર્ટલની ( https://uccgujarat.in ) પર સૂચનો રજૂ કરવા અપીલ કરી હતી.

આ બેઠકમાં પૂર્વ ધારાસભ્યશ્રીઓ, ધાર્મિક સંસ્થાનાં વડાઓ, કોલેજનાં આચાર્યશ્રીઓ, કાયદાનાં નિષ્ણાંતો, સામાજિક કાર્યકરો સહીત મહીસાગરવાસીઓએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં જેવા વિષયો પર UCC સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image