વિંછીયા પોલીસ સ્ટેશન જી.રાજકોટ ગ્રામ્યના અનડીટેક્ટ મોટર સાયકલ ચોરીના ગુન્હાના આરોપી હર્ષદભાઇ ઉર્ફે કીશનભાઇ પ્રેમજીભાઇ પરમારને ચોરાયેલ મોટર સાયકલ સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી ટ્રાફિક શાખા બોટાદ - At This Time

વિંછીયા પોલીસ સ્ટેશન જી.રાજકોટ ગ્રામ્યના અનડીટેક્ટ મોટર સાયકલ ચોરીના ગુન્હાના આરોપી હર્ષદભાઇ ઉર્ફે કીશનભાઇ પ્રેમજીભાઇ પરમારને ચોરાયેલ મોટર સાયકલ સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી ટ્રાફિક શાખા બોટાદ


(રિપોર્ટ અસરફ જાંગડ)
બોટાદ ટ્રાફીક શાખાના પો.સબ.ઈન્સ એ.એમ.રાવલ અને કર્મચારીઓ બોટાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન એસ.ટી ડેપો પાળીયાદ રોડ પર ટ્રાફીક નિયમનને લગતી કામગીરી કરતા એક ઈસમ નંબર પ્લેટ વગરનું સિલ્વર કલરનુ મો.સા મો.સા. સાથે શંકાસ્પદ રીતે મળી આવેલ. આ ઈસમને ઉભો રાખી તેનું નામ ઠામ પુછતા પોતાનું નામ હર્ષદભાઇ ઉર્ફે કીશનભાઇ પ્રેમજીભાઇ પરમાર રહે. પીપરડી તા.વિછીયા જી.રાજકોટ વાળો હોવાનું જણાવેલ. જેની પાસે રહેલ મો.સા.ના માલીકીનાં પુરાવા માંગતા. પોતાની પાસે ના હોય અને ત્યારબાદ ઇ-ગુજકોપ (પોકેટ-કોપ) મોબાઇલમાં સર્ચ કરતા સદર આ વાહન વીછીંયા પો.સ્ટે.જી.રાજકોટ વિસ્તારમાંથી ચોરાયેલ હોય અને શંકાસ્પદ હોય.જેથી મજકુર ઈસમને વિશ્વાસમાં લઈ જીણવટભરી રીતે પુછપરછ કરતાં તેણે આ મો.સા. બાબતે કોઈ સત્ય હકીકત જણાવેલના હોય અને માલીકીપણા અંગેના પૂરાવાઓ બાબતે ગલ્લાતલ્લા કરતો હતો. અને જેથી તેણે આ શંકાસ્પદ મો.સા. કોઈપણ રીતે ચોરી છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવેલ. જેથી મજકુર ઈસમના કબ્જાનું આ મો.સા. કિ.રૂ.૧૦,૦૦૦/-નું ગણી ભારતીય ન્યાય સુરક્ષા સંહીતા ૨૦૨૩ કલમ ૧૦૬ મુજબ કબ્જે કરેલ છે. તેમજ મજકુર ઈસમને ભારતીય ન્યાય સુરક્ષા સંહીતા ૨૦૨૩ કલમ ૩૫(૧)(ઇ) મુજબ આ કામે અટક કરી આગળની ધોરણસર કાર્યવાહી કરી વિંછીયા પો.સ્ટે. જી. રાજકોટ ગ્રામ્યનાં ગુ.ર.નં.૧૧૨૧૩૦૬૮૨૪૦૧૮૭/૨૦૨૪ IPCકલમ ૩૭૯ મુજબનો મો.સા. ચોરીનો અનડીટેક્ટ ગુન્હો શોધી કાઢેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image