લક્ષ્મીનગર શેરીમાં કારખાનામાં ચાલતી જુગાર કલબમાં દરોડો: સાત શખ્સો ઝડપાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rgvn295wkw6guyi1/" left="-10"]

લક્ષ્મીનગર શેરીમાં કારખાનામાં ચાલતી જુગાર કલબમાં દરોડો: સાત શખ્સો ઝડપાયા


લક્ષ્મીનગર શેરીમાં કારખાનામાં ચાલતી જુગાર-કલબમાં પોલીસે દરોડો પાડી તિનપતીનો જુગાર રમતા કારખાનેદાર સહીત સાત શખ્સોને રૂા.1.03 લાખની રોકડ સાથે દબોચી કાર્યવાહી કરી હતી. જુગારના દરોડાની વિગત અનુસાર માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઈ એન.એસ. મહેશ્વરી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના કોન્સ્ટેબલ ભાવેશ ગઢવીને મળેલ ચોકકસ બાતમીના આધારે લક્ષ્મીનગર મેઈન રોડ પર લક્ષ્મીનગર શેરીમાં રામેશ્વર સ્ટીલ નામનું કારખાનું ધરાવતા દર્શીત ભરત સાંગાણીને કારખાનામાં ચાલતી જુગાર કલબમાં દરોડો પાડી જુગાર રમતા દર્શીત ભરત સાંગાણી (રહે. અવધ રેસીડેન્સી શેરી નં.11, મવડી) અમીત કરશન પરસાણા (રહે. જાનકી પાર્ક શેરી નં.2), મીલન દીનેશ સુખડીયા (રહે. હરીદ્વાર હાઈટ્સ નાના મવા રોડ), પ્રતાપ રવજી રામોલીયા (રહે. અલ્કા સોસાયટી શેરી નં.5) નૈમીષ મનસુખ ઘેલાણી (રહે. મવડી પ્લોટ મેઈન રોડ), મૌલીક રાજુ પરસાણા (રહે. જાનવી પાર્ક શેરી નં.2) અને હિતેષ રામજી પરસાણા (રહે. અમૃત એપાર્ટમેન્ટ, અમીન માર્ગ)ને રૂા.1.3 લાખની રોકડ સાથે દબોચી કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]