કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ઉપક્રમે “કોમ્યુનિકેશન સ્કિલ, ટીમ મેનેજમેન્ટ“ વિષય પર નિ:શુલ્ક ઓનલાઈન ટ્રેનીંગનું આયોજન
કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ઉપક્રમે “કોમ્યુનિકેશન સ્કિલ, ટીમ મેનેજમેન્ટ“ વિષય પર નિ:શુલ્ક ઓનલાઈન ટ્રેનીંગનું આયોજન
ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી, ટીમ ડાયનેમિકસ ઍન્ડ લીડરશિપ ,કોન્ફલીકટ રિઝોલ્યુશન ઍન્ડ પ્રૉબ્લેમ સોલ્વિંગ, ટાઈમ મેનેજમેન્ટ ઍન્ડ પ્રોડક્ટિવિટી વિશે હેપિનેસ કોચ વિજય રાયચુરા આપશે માર્ગદર્શન
રાજકોટ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ઉપક્રમે “કોમ્યુનિકેશન સ્કિલ, ટીમ મેનેજમેન્ટ“ વિષય પર નિ:શુલ્ક ઓનલાઈન ટ્રેનીંગનું આયોજન તા.13 જુલાઈ શનિવારનાં રોજ બપોરે 2:00 વાગ્યે કરવામાં આવ્યું છે. આ ટ્રેનિંગમાં જાણીતા હેપિનેસ કોચ વિજય રાયચુરા ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી, ટીમ ડાયનેમિકસ ઍન્ડ લીડરશિપ ,કોન્ફલીકટ રિઝોલ્યુશન ઍન્ડ પ્રૉબ્લેમ સોલ્વિંગ, ટાઈમ મેનેજમેન્ટ ઍન્ડ પ્રોડક્ટિવિટી વિશે માર્ગદશન આપશે.આ ટ્રેનીંગ સેશનની ભાષા હિન્દી અને અંગ્રેજી રહેશે. આ સેશન કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન– રાજકોટનાં ફેસબુક પેઈજ https://www.facebook.co/KarunaFoundationTrustOfficial?mibextid=ZbWKwL અને યુ ટ્યુબ ચેનલ https://www.facebook.co/KarunaFoundationTrustOfficial?mibextid=ZbWKwL પર લાઈવ કરવામાં આવશે. સૌ ને આ ઓનલાઈન ટ્રેનીંગ સેશનમાં જોડાવવા માટે જાહેર આમંત્રણ પાઠવાયું છે.
આ સેમિનાર સમાજ સેવા કાર્યકરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સેવાકીય ક્ષેત્રમાં કાર્ય કરતી વખતે જુદાં જુદાં ક્ષેત્રોમાં કોની સાથે કેવી રીતે વાત કરવી , ટીમનું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય ? વગેરે શીખવવામાં આવશે, આ નિ:શુલ્ક ઓનલાઇન ટ્રેનિંગથી સેશન કારકિર્દીમાં આગળ વધતાં અનેક વિધ્યાર્થીઓ, યુવાનો અને નાના-મોટા સૌને વૈશ્વિક કક્ષાએ આગળ વધવા માટે મદદરૂપ થશે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.