મેંદરડા તાલુકામાં તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય કરવા રજૂઆત વરસાદ ના લીધે ખેતરોમાં પાક અને જમીન નું ધોવાણ એંસી ટકા પાકો નિષ્ફળ
મેંદરડા: મેંદરડા તાલુકામાં તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય કરવા રજૂઆત
વરસાદ ના લીધે ખેતરોમાં પાક અને જમીન નું ધોવાણ એંસી ટકા પાકો નિષ્ફળ
મેંદરડા તાલુકામાં છેલ્લા વિસ દિવસથી સતત થયેલ વરસાદના કારણે અડદ મગ મગફળી સોયાબીન કપાસ વગેરે અનેક પાકો તૈયાર થયા ને કાપણી ના સમયે છેલ્લા ચાર પાંચ દિવસ થી ધોધમાર વરસાદ ખાબકવાને લીધે ખેડૂતોના ખેતરોમાં વિવિધ પાકો ધોવાઈ ગયા અને તણાઈ ગયા અને અન્ય પાકો ફુગ,ફંગસ ના કારણે બગડી ગયા
જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે મેંદરડા તાલુકા પંચાયત સદસ્ય મનસુખભાઈ વણપરીયા એ તાલુકાના અનેક ખેડૂતોના ખેતરોની સ્થળ મુલાકાત કરેલ હતી જેમાં સ્પષ્ટપણે જણાઈ આવ્યું હતું કે લગભગ ૮૦ ટકા પાકો બરબાદ થયેલ છે ખેડૂતોના હાથમાં તો શું ...? પરંતુ પશુઓ નો ઘાસચારો પણ ફેલ થવા પામ્યો છે
જે બાબતની ગંભીરતા સદસ્ય મનસુખભાઈ વણપરીયા એ દાખવી ખેડૂતના હિત માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ અને આ વિસ્તારના સાંસદ મનસુખભાઈ માંડવીયા, કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલ અને આ વિસ્તારના ધારાસભ્ય તેમજ મેંદરડા મામલતદાર કચેરીએ લેખિત આવેદન પત્ર પાઠવેલ હતું ઇ
આ વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી હજુ સુધી ખેડૂતો ના ખેતરે તાગ મેળવવા કે ખેડૂતો ના આંશુ લુછવા લાખો રૂપિયા ની નુકસાની થવા છતાં ખેડૂતોની મુલાકાતે ખેતર સુધી પહોંચ્યા નથી માત્ર લેટર પેડ પર લેખીત આપી ને ગાંધીનગર જઈ ખેડૂતો સહિતના લોકોની વ્હારે ઉભાં રહ્યાં નથી જેથી ખેડૂતો સહીતાઓમાં નારાજગી વ્યકત કરવામાં આવી હતી
ધારાસભ્ય અરવિંદ ભાઈ લાડાણી એ સૌ પ્રથમ આ વિસ્તારમાં ખેડૂતો સાથે ખેતરો ની રૂબરૂ મુલાકાત કરી સંપૂર્ણ માહિતી એકઠી કરી, તમામ ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓને સાથે રાખી કામગીરી કરવાની હોય છે ત્યારે ધારાસભ્ય દેખાણા નહીં જેના લીધે ખેડૂતો સહીતાઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે
ઉપરોક્ત બાબતે માંગ કરવામાં આવેલ છે કે ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટુ જેવી થવા પામી છે અને હાલ પણ અનેક ખેતરોમાં જળમગ્ન સ્થિતિ અને પાણીના તળાવો જોવા મળી રહ્યા છે ત્યારે મેંદરડા તાલુકાના તમામ ખેડૂતો ખેત મજૂરો પશુપાલકો તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને પશુઓના ઘાસચારા માટે સરકારશ્રી દ્વારા તાત્કાલિક અસરથી સહાય ચૂકવવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.