ભુલેશ્વર મહાદેવ મંદિર મહંત ટ્રેક્ટર લઈને પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પહોંચ્યા - At This Time

ભુલેશ્વર મહાદેવ મંદિર મહંત ટ્રેક્ટર લઈને પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પહોંચ્યા –


ગીર સોમનાથ પ્રાચી નજીક આવેલ. ભુલેશ્વર મહાદેવ ના સાનિધ્યમાંથી. પ્રયાગ રાજ
સરસ્વતી ત્રિવેણી સંગમ.
પ્રસિદ્ધ ભુલેશ્વર મહાદેવ મંદિર મહંત ટ્રેક્ટર લઈને પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પહોંચ્યા -
પચિત્ર કુંભ સ્નાન કર્યું – તીર્થ દર્શન સાથે મહા કુંભ યાત્રિકોને ભોજન પ્રસાદ પણ કરાવ્યો
પ્રાચી તાલાળા હાઈ-વે ઉપર આવેલશ્રી વિશ્વામિત્ર રૂશી ની તપોભૂમિ ભુલેશ્વર મહાદેવ મંદિરની જગ્યા આવેલ છે.આ જગ્યાના મહંત કમલાશરણ બાપુ એટલે કે ફરાળી બાપુ ૧૪૪ વરસે સજાયેલ દુર્લભ પવિત્ર મહાકુંભમેળામાં જવા બાપુએ સંકલ્પ કર્યો હતો
કોઈ લોકો ટ્રેન, બસ, ખાનગી કાર, વિમાન દ્વારા આ યાત્રામાં ગયા પરંતુ ફલહારી બાયુ કમલાશરણ બાપુ પોતાનું ટ્રેક્ટર દ્વારા મહંત કમલાશરણ બાપુ એટલે કે ફરાળી બાપુ દ્વારા થી પ્રયાગ ત્રિવેણી મહા કુંભ મેળામાં પવિત્ર યાત્રાનું ટ્રેક્ટર દ્વારા પ્રસ્થાન કર્યું બાપુની આ યાત્રા કુલ ૧૯ દિવસની રહી હતી જેમાં પાંચ દિવસ જવા-આવવાના અને નવ દિવસ મહાકુંભ મેળામાં ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ કરીયો હતો અને નદીમાં ડૂબકી લગાવી પૂણ્યનું ભાથુ બાંધીયુહતુ
બાપુને ટ્રેકટર ચલાવતા આવડતું હોવાથી તેવુજાતે ટ્રેક્ટર ચલાવી આ યાત્રા ગયા હતા. ટ્રેક્ટર ની સાથે યાત્રિકોને ભોજન કરાવવા માટે માલસામાનની ટ્રોલી સાથે વ્યવસ્થા માટે ૧ર સેવકોને પણ સાથે લીધાહતા
આ માલ સામાનની એક મહિના અગાઉથી થી તૈયારી કરી હતી જેમાં 10 ડબા તેલના 20 કટા ચણાના લોટના 180 કિલો ચોખા ઘીના અડદિયા બનાવીને સાથે લયગયાહતાજયાં યાત્રિકોને સવારે લાઈવ ભજીયા - મહા પ્રસાદ યાત્રિકોએ પીરશયો હતો જેમા
આવક-જાવકના કુલ ૪૦૦૦ કિલોમીરર ટ્રેક્ટર દ્વારા યાત્રા કરી હતી. કમલાશરણ બાપુ કહે છે " હું મહા કુંભમેળામાં ટ્રેક્ટર લઈને જ જ્યારે હોય ત્યારે જાઉ છું પરંતુ આ વરસે ૧૪૪ વરસ બાદ મહાકુંભ નો દુર્લભ યોગ હોય જેથી ખાસ પરંપરા જાળવી તીર્થ દર્શન - પવિત્ર ત્રિવેદી સ્નાન ડૂબકી અને યાત્રિકોને ભોજન પ્રસાદ કરાવીને ધન્યતા અનુભવીહતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image