આજ રોજ ૭૬માં "પ્રજાસત્તાક દિવસ" નિમિત્તે સાબરકાંઠા જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ઈડર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી Shankar Chaudhary સાહેબના અઘ્યક્ષસ્થાને યોજાયો, - At This Time

આજ રોજ ૭૬માં “પ્રજાસત્તાક દિવસ” નિમિત્તે સાબરકાંઠા જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ઈડર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી Shankar Chaudhary સાહેબના અઘ્યક્ષસ્થાને યોજાયો,


આજ રોજ ૭૬માં "પ્રજાસત્તાક દિવસ" નિમિત્તે સાબરકાંઠા જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ઈડર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી Shankar Chaudhary સાહેબના અઘ્યક્ષસ્થાને યોજાયો,જેમાં ઉપસ્થિત રહી રજૂ કરાયેલ પરેડ અને કૌશલ્ય કરતબની ઝાંખી નિહાળી અને ઉપસ્થિત સૌ રાષ્ટ્રપ્રેમી નાગરિકોને રાષ્ટ્રીય પર્વની શુભકામનાઓ પાઠવી.

આજના આ પાવન પ્રસંગે આપણા લોકતાંત્રિક મૂલ્યોનું રક્ષણ કરવા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના "વિકસિત ભારત #૨૦૪૭"ના સંકલ્પને સાકાર કરવા અર્થે યોગદાન આપવાનો સંકલ્પ લઈએ.

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પરેડ કમાન્‍ડરના નેતૃત્‍વમાં પોલીસ પ્‍લાટુન, હોમગાર્ડ પ્‍લાટુન, ગ્રામ રક્ષક દળ, જુનિયર-સિનિયર એન.સી.સી., અશ્વ દળ તેમજ પોલીસ બેન્‍ડની ટીમોએ શાનદાર પરેડમાં ભાગ લઇ રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી.જયારે જિલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા દેશભકિત ગીત,યોગાસન તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમમો રજુ કરવામાં આવ્યા.

આ પ્રસંગે જિલ્‍લા ખેતીવાડી વિભાગ, જિલ્‍લા શિક્ષણાધિકારી, ગ્રામ વિકાસ એજન્‍સી, ઉર્જા વિભાગ, પાણી પુરવઠા, વન વિભાગ અને આદિજાતિ વિભાગ સહિતના વિભાગો દ્વારા વિવિધ થીમ ઉપર ટેબ્‍લો રજુ કરવામાં આવ્‍યા હતા અને જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારને અધ્યક્ષશ્રીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ધ્વજવંદન કાર્યક્રમ બાદ વિવિધ મહાનુભાવો સાથે વૃક્ષારોપણ કર્યું.

આ પ્રસંગે ઈડર વિધાનસભાના ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, હિંમતનગર વિધાનસભાના ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા,જિલ્લા કલેકટરશ્રી ડૉ. રતન કંવર ગઢવી ચારણ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા,જિલ્લા પોલીસ અધિકારીશ્રી વિજય પટેલ સહિત વિવિધ પદાધિકારીઓશ્રીઓ, અધિકારીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ વિદ્યાર્થીઓ અને જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image