મુળી ના ગઢડા ગામે ખનિજ ખનન વહન બંધ કરાવવા સરપંચ ની ઉચ્ચ કક્ષાએ રજૂઆત - At This Time

મુળી ના ગઢડા ગામે ખનિજ ખનન વહન બંધ કરાવવા સરપંચ ની ઉચ્ચ કક્ષાએ રજૂઆત


*મુળી ગઢડા ગામે ચાલતાં ગેરકાનૂની ખનિજ ખનન-વહન બંધ કરાવો -સરપંચ*

*મામલતદાર શ્રી ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી*

મુળી તાલુકાનાં ગઢડા ગામે ગેરકાનૂની રીતે ખનિજ ચોરી મોટાપ્રમાણમાં થ‌ઈ રહી છે ત્યારે આજે ગઢડા મહિલા સરપંચ દ્વારા મુળી મામલતદાર ને રજુઆત કરવામાં આવી છે અને જણાવ્યું હતું કે ગઢડા મધ્યે સફેદ માટી અને કોલસો ખનિજ ભરપૂર માત્રામાં મળી આવે છે ત્યારે મોટાપ્રમાણમાં ખનિજ ચોરી થઇ રહી છે જેમાં સફેદ માટી માં ૩૦ હિટાચી મશીન મુકી ૧૦૦ ડમ્પરો દ્વારા મોરબી તરફ જતાં હોય છે અને કોલસાની ખાણો નાં કૂવા ૨૫ ધમધમે છે તેમાં આશરે ૩૦ ટ્રકો દ્વારા ગુજરાત ભરમાં ઠલવાઈ રહ્યા છે જેમાં ખનિજ માં કોલસો પ્રતિટન ૪૫૦૦ નાં ભાવે વેચાય છે તેની સામે સફેદ માટી પ્રતિટન આશરે ૩૫૦ મળતાં હોય છે ત્યારે આ ખનિજ ચોરી રાત્રી નાં સમયે થતી હોય છે તો તાત્કાલિક અસરથી આ ચોરી બંધ કરવામાં આવી તેવી રજૂઆત કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે ખનિજ માફીયાઓ નાં ખોદકામ નાં ખેડૂતો નાં રસ્તાઓ બંધ થયાં છે અને પશુપાલકો ને પશુ ચરવા માટે મુશ્કેલી ઉભી થઈ છે આ બાબતે ગઢડા સરપંચ દ્વારા અગાઉ પણ રજુઆત કરી ચુક્યા છે તેમાં તેઓએ કલેકટર કચેરી સુરેન્દ્રનગર જીલ્લા અને ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર ખાતે રજુઆત કરી હતી તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ફરી મામલતદાર કચેરી ખાતે રજુઆત કરવામાં આવી હતી
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon