વિરપુરના રતનકુવા રોડ પર નમેલો વીજપોલ ગમે ત્યારે અકસ્માત નોંતરશે….
વિરપુર MGVCL ની ઘોર બેદરકારી આવી સામે....
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના રતનકુવા પાસે રોડ પર આવેલ કેટલાય વિજ પોલ કેટલાક મહિનાથી નમી ગયેલા છે આ પોલની પાસેથી જાહેર માર્ગ પસાર થાય છે તેમ છતા કુંભકર્ણની નિદ્રામાં લીન તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ પોલ બદલવામાં ઉદાસીનતા દાખવી રહ્યું છે. જેને પગલે ગ્રામજનોમાં રોષ ફેલાવા પામ્યો છે વિરપુર તાલુકાના રતનકુવા માર્ગ પરના જે જી વાય નાસરોલી ફીડરના મોટાભાગના વિજ પોલ ઘણા સમયથી અડધો લટકેલી હાલતમાં છે. આશરે બે ત્રણ માસથી પોલ નમેલો હોવા છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા કોઇ રીપેરીંગ કરવામાં આવેલ નથી. આ રોડ પર વાહનોની અવરજવર પણ ઘણી રહે છે અને બીજી બાજુ શાળામાં જવાનો એક માર્ગ છે જેથી મોટાભાગના બાળકો આજ માર્ગનો ઉપયોગ કરતા હોય છે,પોલની ફરતે નાગરવેલ વિંટળાયેલી હોવાથી પોલે લીલો માંડવો સર્જયો હોય તેવાં દ્રશ્યો નજરે પડે છે,જેથી બાળકો માટે જોખમી છે તેમ છતાં જાણે અકસ્માતની જ રાહ જોવાઇ રહી હોય તેમ આ અંગે કંઈ ઘટતુ કરવામાં આવતુ નથી. જેના પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાવા પામ્યો છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.