સૌરાષ્ટ્રમાં આગામી વર્ષથી 56 લાખ સ્માર્ટ પ્રિ-પેઈડ વીજમીટર લગાવાશે

સૌરાષ્ટ્રમાં આગામી વર્ષથી 56 લાખ સ્માર્ટ પ્રિ-પેઈડ વીજમીટર લગાવાશે


PGVCLએ દિલ્હીમાં MOU કર્યા: પ્રથમ તબક્કામાં 23 લાખ મીટર આવરી લેવાશે : 2025 સુધીમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો ટાર્ગેટ

સ્માર્ટ મીટરમાં સીમકાર્ડ લગાવાશે, મોબાઈલ એપથી કામ કરશે : વીજગ્રાહકો પોતે જ રિડિંગ જોઈ શકશે

સૌરાષ્ટ્રના 56 લાખ વીજગ્રાહકોના ઘર, દુકાન, બિલ્ડિંગ, ઓફિસોમાં હવે પ્રિ-પેઈડ વીજમીટર લગાવાશે. અત્યાર સુધી વીજળી વાપર્યા બાદ પૈસા ચૂકવતા હતા પરંતુ હવે સ્માર્ટ પ્રિ-પેઈડ મીટર લગાવ્યા બાદ વીજગ્રાહક જેટલું રિચાર્જ કરશે તેટલી જ વીજળી તેને વાપરવા મળશે. પીજીવીસીએલના એમડી વરુણકુમાર અને ચીફ એન્જિનિયર આર.જે.વાળાએ 56 લાખ સ્માર્ટ મીટર માટે દિલ્હી ખાતે RECPDCL સાથે એમઓયુ કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »