શ્રી રામપરા પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન મેળાનું થયું આયોજન
ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં માંડવધાર ક્લસ્ટરની માંડધાર, કેરાળા, રામપરા, નવા રામપરા, વાવડી, રોજમાળ, વીરાવાડી, લીંબાળી અને ઈતરીયા પ્રાથમિક શાળાના વિજ્ઞાન શિક્ષકના માર્ગદર્શન નીચે બાળ વૈજ્ઞાનિકોએ વિવિધ વિષય પર પોતાની કૃતિ રજૂ કરી હતી. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી માનનીય ચતુરભાઈ ઝાપડિયા, ગઢડા તાલુકા બીઆરસી સાહેબ શ્રી માનનીય રાજદીપસિંહ રાઓલ, લીંબાળી કે. વ.શાળાના આચાર્યશ્રી માનનીય મુરાદભાઈ ગાંજા, સી.આર.સી શ્રી માનનીય નરેશભાઈ ધાધલ, સીઆરસી શ્રી માનનીય પ્રવીણભાઈ લાવડીયા, સી.આર.સી શ્રી માનનીય વિનોદભાઈ કરોડિયા અને ક્લસ્ટરની તમામ શાળાઓના આચાર્યશ્રીઓ અને વિજ્ઞાન શિક્ષક શ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાન મેળાના ઉદ્ઘાટન પ્રસંગે શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. સ્વાગત વિધિ સી.આર.સી શ્રી વિનોદભાઈ કોરડીયાએ અને આભારવિધિ શિક્ષક શ્રી ડાયાભાઈ મેણીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની બાળાઓએ કર્યું હતું .ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.