વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાઈનીઝ દોરી ફીરકી નંગ 15 કિંમત 6000 ના મુદ્દા માલ સાથે એક ઈસમને એસ ઓ જી એ ઝડપી પાડ્યો - At This Time

વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાઈનીઝ દોરી ફીરકી નંગ 15 કિંમત 6000 ના મુદ્દા માલ સાથે એક ઈસમને એસ ઓ જી એ ઝડપી પાડ્યો


વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાઇનીઝ દોરી ફીરકી નંગ-૧૫ કિ.રૂ.- ૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ આગામી ઉત્તરાયણના તહેવાર અન્વયે ચાઇનીઝ દોરીના વેચાણ, સંગ્રહ બાબતે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં ચાઇનીઝ દોરી, તુક્કલ વિગેરે શોધી કાઢી કાર્યદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ. જે સુચના અન્વયે ડી.સી.સાકરીયા,પો.ઇન્સ.એસ.ઓ.જી., સાબરકાંઠા નાઓની સુચના મુજબ એસ.ઓ.જી.સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે વડાલી પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન આ.પો.કોન્સ. જયરાજસિંહ કેશરીસિંહ બ.નં- ૫૧૯ તથા નિકુંજકુમાર નરસિંહભાઇ બ.નં- ૯૦૦ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકિક્ત અન્વયે વડાલી સિવિલ હોસ્પિટલની આગળ રોડ ઉપરથી આરોપી સાવનભાઇ દશરથભાઇ રાઠોડ ઉ.વ.-૨૪, રહે પટેલ વાસ પાસે, ધરોઇ રોડ, વડાલી તા.વડાલી જી.સાબરકાંઠાવાળા પાસેથી ચાઇનીઝ દોરી ફીરકી નંગ- ૧૫ કિ.રૂ.-૬,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતાં સદરી આરોપી વિરૂધ્ધ વડાલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.