ધોલેરા ખાતે સેમિ કંડક્ટર પ્લાન્ટ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું - At This Time

ધોલેરા ખાતે સેમિ કંડક્ટર પ્લાન્ટ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું


ધોલેરા ખાતે સેમિ કંડક્ટર પ્લાન્ટ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું.

અમદાવાદ જીલ્લા ના ધોલેરા માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ‘India’s Techade: Chips for Viksit Bharat’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ધોલેરા ખાતે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (TEPL) દ્વારા ₹91,000 કરોડના રોકાણ સાથે સ્થાપિત થનાર દેશના પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ તેમજ સાણંદ ખાતે સીજી પાવર દ્વારા ₹7600 કરોડના રોકાણ સાથે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) ફિસિલિટી મળીને કુલ અંદાજિત ₹98,600 કરોડના સેમિકન્ડક્ટર પ્રકલ્પોનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ તથા પુર્વ કેબિનેટ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને ટાટા ગ્રુપ તથા સીજી પાવર કંપનીના ચેરમેનશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ ખાતમુહૂર્ત કર્યું હતું આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

PM મોદીના વિઝનને અનુરૂપ, ગુજરાતમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) ખાતે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટીનું નિર્માણ, આસામના મોરીગાંવ ખાતે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OST) સુવિધા અને આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OST) સુવિધા. ગુજરાતના સાણંદ ખાતે.) સુવિધા માટે શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) ખાતે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (TEPL) દ્વારા ભારતમાં સેમિકન્ડક્ટર ફેબ્સ સ્થાપવા માટે સુધારેલી યોજના હેઠળ સ્થાપિત કરવામાં આવ્યું.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.