પ્રાંતિજના વદરાડ ખાતે પુર્ણા સખી – સહસખીસંમેલન યોજાયું - At This Time

પ્રાંતિજના વદરાડ ખાતે પુર્ણા સખી – સહસખીસંમેલન યોજાયું


સાબરકાંઠાની આઇ.સી.ડી.એસ કચેરીના ઉપક્રમે પ્રાંતિજ ખાતે પુર્ણા યોજના અંતર્ગત પુર્ણા સખી-સહસખી સંમેલન યોજાયું હતું.
પ્રાંતિજના વદરાડના ઉમિયાધામ ખાતે મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી રેખાબેન ઝાલાએ અધ્યક્ષસ્થાનેથી પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દિકરીઓ બહારથી ફાસ્ટ ફૂડના નાસ્તા કરીને પોતાની સ્વાસ્થ્યને જોખમમાં મકી રહી છે. આથી દિકરીઓનું સ્વાસ્થ જળવાય એ આપણા સૌની જવાબદારી છે,આજની કિશોરી આવતી કાલની માતા છે. રાજ્ય સરકારની આવી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે. જેમાં પૂર્ણા યોજના અમલમાં મુકી કિશોરીઓ ગુજરાતની દિકરીઓ તંદુરસ્ત બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. કિશોરીઓ તેમનામાં નેતૃત્વની ભાવના તેમજ સમાજમાં સ્વની ઓળખ ઊભી કરે તે માટે સરકાર કામ કરી રહી હોવાનું પણ તેમને ઉમેર્યુ હતું.
વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે પૂર્ણા યોજના થકી ગુજરાતની કિશોરીઓમાં કુપોષણ, એનિમિયા,  ઓછું વજન જેવી વિવિધ પરિસ્થિતિમાં ઘટાડો લાવવા તેમજ આ યોજના થકી કિશોરીઓ તેમના જીવનમાં સાચા અર્થમાં પૂર્ણ બને તેવા મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સરકારે રાખ્યો છે.
આ કાર્યક્રમમાં આરોગ્ય ટીમ દ્વારા કિશોરીઓનો વજન, ઊંચાઇ,શુગર તેમજ હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓ અને કિશોરીઓને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન નંબરની માહિતી આપવામાં આવી હતી.
આ સંમેલનમાં પ્રાંતિજ તાલુકા પ્રમુખ શ્રી વર્ષા બા, પ્રોગ્રામ ઓફિસર શ્રી ચારણ, તાલુકા વિકાસ અધિકારીશ્રી નીતિનભાઇ ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી સોલંકી, જિલ્લા પંચાયત સદસ્યો,  સી.ડી.પી.ઓ આંગણવાડી કાર્યકરો, મુખ્ય સેવિકા બહેનો તેમજ મોટી  સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.
**********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.