રાજકોટ મહાનગરપાલિકા દબાણ શાખા દ્વારા શહેરમાં કરવામાં આવેલ કામગીરી. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દબાણ શાખા દ્વારા શહેરમાં કરવામાં આવેલ કામગીરી.


રાજકોટ શહેર તા.૨૦/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ.૧૧/૦૯/૨૦૨૪ થી ૧૭/૦૯/૨૦૨૪ દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી,જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર રૂપ ૫૫ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.
કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,જ્યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ,આનંદબંગલા ચોક, અર્ટીકા,રવિરત્ન પાર્ક, જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયાત્રીનગર,હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય ૨૯૭ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.
જંક્શન રોડ,જ્યુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્મિનગર નાલા પાસેથી ૩૯૫ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક પરથી રૂ.૪૫,૦૦૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.
કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૧,૩૫,૬૯૫/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ કાલાવડ રોડ,યુનિ. રોડ ,સ્પિડવેલ ચોક સુધી,સાધુવાસવાણી રોડ,ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, પરથી ૮૭ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે
વિગત સંખ્યા/રકમ
રેકડી/કેબીન ૫૫
પરચુરણ માલ-સામાન ૨૯૭
શાકભાજી/ફળ (કિ.ગ્રા) ૩૯૫
મંડપ-કમાન ,છાજલી રૂ.૪૫,૦૦૦/-
વહિવટી ચાર્જ રૂ.૧,૩૫,૬૯૫/-
બોર્ડ-બેનર ૮૭

(એન્ક્રોચમેન્ટ ઓફિસર)
રાજકોટ મહાનગરપાલિકા


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.