જસદણ પંચાળ વિકાસ બોર્ડના ચેરમેન વિનોદ વાલાણીએ ગાંધીનગર ખાતે મંત્રી બાવળીયાને પંચાળ ધરાના વિકાસ અંગે લેખિત રજૂઆત કરી
પંચાળ પ્રદેશના જસદણ વિંછીયા ચોટીલા સાયલા થાન વાંકાનેર જેવા વિસ્તારમાં છેલ્લા ત્રણ દાયકામાં ન થયા હોય તેટલા કામ મેં પાંચ વર્ષમા કર્યા છે અને કરતો રહીશ મંત્રી બાવળીયા
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ વિછીયા થાન ચોટીલા વાકાનેર પાંચાળ પ્રદેશના પ્રશ્નોને વાચા આપવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા વિનોદભાઈ વાલાણી એ જણાવ્યું હતુ કે પાંચાળ પ્રદેશના વણથંભી વિકાસને વેગ વંતો બનાવવા આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ મંત્રી અને જસદણ વિંછીયાનાં લોકપ્રિય ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા ને વિકાસના વિવિધ પ્રશ્ને રજૂઆત કરી, વિકાસથી વંચિત પાંચાળ પ્રદેશનાં ચોટીલા સાયલા, થાન, વાંકાનેર, જસદણ, વિંછીયા તાલુકાના આંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના ગામડાઓમાં લોકોની સુવિધાઓમાં વધારો કરાવવા પ્રાથમિક સુવિધાઓ રોડ- રસ્તા, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ, વિજળી, વિંછીયા એસ ટી ડેપો બનાવવા, વિંછીયા ગામમાં આર સી સી રોડ બનાવવાં, વિંછીયા ગ્રામ પંચાયતનનાં કર્મચારીઓનાં લાંબા સમયથી પગાર ચૂકવવા તેમજ લગતી સંબંધીત વિવિધ પ્રશ્નોને વાચા આપવા પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ સકારાત્મક ભાર પૂર્વક રજુઆત કરી હતી. આ અંગે જસદણ વિછીયા અને પંચાળ વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે જસદણ વિછીયા ચોટીલા થાન સાયલા વાંકાનેર જેવા પંચાળ વિસ્તારની અંદર છેલ્લા ત્રણ દાયકામાં કામ ન થયા હોય તેટલા કામ છેલ્લા પાંચ વર્ષની અંદર કરવામાં આવ્યા છે આ ઉપરાંત હજુ પણ જે કાંઈ ઘટતું હશે તેના માટે હું કટિબધ્ધ છું વિકાસના તમામ કાર્યો કરવા એ જ મારી નેમ છે તેમ અંતમાં મંત્રી બાવળીયે જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.