રાજકોટમાં ડીજીપીની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ગાંધીનગર યોજાતી ક્રાઈમ કોન્ફરન્સ હવે મહાનગરોમાં પણ યોજાવાની જાહેરાત કર્યા બાદ રાજકોટમાં પ્રથમ વખત આજે ડિજીપીની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો
નવ રેન્જ આઈજી, ચાર સીપી, સીઆઇડી, એટીએસ, લો એન્ડ ઓર્ડરના વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહેવાના હોવાથી શહેર પોલીસમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.
રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં સમયાંતરે ડિજી કક્ષાના અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી ક્રાઈમ રેટ ઘટાડવા સહિતની બાબતો પર ચર્ચા કરી અધિકારીઓ દ્વારા પોતાના વિચારો રજુ કરવામાં આવતાં હોય છે.
ડીજીપીએ થોડાં સમય પહેલાં એક નવી પહેલ શરૂ કરી હતી જેમાં નિયમિત ગાંધીનગરમાં જ મળતી ક્રાઈમ કોન્ફરન્સ અલગ અલગ શહેરોમાં યોજાઈ તેવું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજકોટમાં સૌ પ્રથમ વાર સીપી કચેરીએ સવારથી ક્રાઈમ કોન્ફરન્સનો ડિજીપીની અધ્યક્ષતા પ્રારંભ થયો હતો.
ક્રાઈમ કોન્ફરન્સમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, જૂનાગઢ, કચ્છ બોર્ડર અને પશ્ર્ચિમ રેલ્વે રેન્જના આઈજી તેમજ રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરાના પોલીસ કમિશ્નર હાજર રહેશે.
ઉતરાંત સીઆઇડ, એટીએસ, લો એન્ડ ઓર્ડર અને ઇન્કવાયરીના વડા પણ ક્રાઈમ કોન્ફરન્સમાં જોડાયા છે. રાજ્ય પોલીસ વડાના અધ્યક્ષતામાં મળેલ કોન્ફરન્સમાં મિલકત-શરીર સંબંધી ગુનાઓના ડિટેક્શન, આર્થીક ભીંસમાં ફસાયેલા લોકો આપઘાત કરવા તરફ ન પ્રેરાઈ તે માટે લોન મેળા, તેમજ વ્યાજંકવાદ વિરૂદ્ધ લોક દરબાર, ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી સહિતના મુદ્દાઓ પર ચિંતન કરી સૂચનો મેળવવામાં આવશે.
ઉપરાંત રાજય પોલીસ વડા વિકાસ સહાય અધિકારીઓ પાસેથી ક્રાઈમ રેટ ઘટાડવા સૂચનો પણ લેશે. જે કાર્યક્રમ માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને ટીમ દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સવારથી જ સીપી કચેરીમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.
ઉપરાંત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય રાજકોટ રેન્જ આઈજી ઓફિસની મુલાકાતે પણ જવાના છે. તે મુલાકાત વખતે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સહિત રાજકોટ એસપી હિમકરસિંહ તેમજ મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકાના એસપી પણ હાજર રહેશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.