**ઝાલોદ પોલીસે ધાવડિયા ચેક પોસ્ટ નજીકથી ૧૭.૧૧ લાખની કિંમતનો વિદેશી દારુ ઝડપી પાડી ગુનો નોંધ્યો ** - At This Time

**ઝાલોદ પોલીસે ધાવડિયા ચેક પોસ્ટ નજીકથી ૧૭.૧૧ લાખની કિંમતનો વિદેશી દારુ ઝડપી પાડી ગુનો નોંધ્યો **


ઝાલોદ પોલીસે ધાવડિયા ચેક પોસ્ટ નજીકથી ૧૭.૧૧ લાખની કિંમતનો વિદેશી દારુ ઝડપી પાડી ગુનો નોંધ્યો **
ઝાલોદ પોલીસે ધાવડીયા ચેક પોસ્ટ પાસેથી વિદેશી દારુ ભરેલ ટ્રક ઝડપી
ઝાલોદ પોલીસને ખાનગી બાતમી મળેલ હતી RJ 27 -GA 8166 નંબરની પ્રાસિગ અશોક લયલેનડ ટ્રકમા જીપસમ પાવડરની આડમા વિદેશી દારુ ભરીને ટ્રક રાજસ્થાનથી ઝાલોદ તરફ આવી રહી છે ત્યારે ઝાલોદ PSI એમ,એમ માળીને તેઓના સ્ટાફ સાથે તેઓ પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળતા તેઓએ ધાવડીયા પોલીસ ચોકી પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન ટ્રક પસાર થતા ટ્રક ડ્રાઈવર દુર ઉભી કરી નાસી ભાગ્યો હતો,ટ્રકની પોલીસ જપ્તી કરી તલાસી લેતા વિદેશી દારુ નંગ-236
તેમજ જીપસમ પાઉડરની થેલી નંગ-300 તેમજ દારુના હેરાફેરીમા વપરાશમા લીધેલ ટ્રક આમ કુલ ૨૭,૭૮,૬૨૮/ મુદ્દામાલ કબ્જે કરી તેમજ ટ્રક ચાલક નાસી ગયેલ તેના વિરુદ્ધ પ્રોહીનો ગુનો નોંધી દારુ કયાથી આવેલ અને કયા લઈ જવાતો હતો તે સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે,

સોહીલ ધડા/ઝાલોદ


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.